Saturday, August 1, 2026
Homeરાજ્યજામનગરરેસ્ક્યૂ ઓપરેશનનું રહસ્ય: SDRF ટીમ પાસે શું-શું હોય છે? જાણો વિગતવાર..-VIDEO

રેસ્ક્યૂ ઓપરેશનનું રહસ્ય: SDRF ટીમ પાસે શું-શું હોય છે? જાણો વિગતવાર..-VIDEO

ભારે વરસાદ વચ્ચે SDRF હાઈ એલર્ટ પર: રેસ્ક્યૂ માટે આધુનિક સાધનો સાથે સજ્જ ટીમ

ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિમાં SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમ 24 કલાક એલર્ટ મોડ પર કામગીરી માટે તૈયાર રહે છે. ગુજરાત SDRFના જવાન સાથેની ખાસ વાતચીતમાં જાણવા મળ્યું કે ટીમ પાસે પૂર અને બચાવ કામગીરી માટે અત્યાધુનિક સાધનો ઉપલબ્ધ છે.

- Advertisement -

ટીમ પાસે મોટરબોટ, લાઇફ જેકેટ, લાઇફ બોય, રેસ્ક્યૂ રોપ, સ્ટ્રેચર, કટર, બ્રેકિંગ ટૂલ્સ, સર્ચ લાઇટ, વાયરલેસ કમ્યુનિકેશન સિસ્ટમ સહિતના વિવિધ બચાવ સાધનો છે. ઉપરાંત મેડિકલ કિટ અને ઇમરજન્સી રેસ્ક્યૂ ઉપકરણોની મદદથી ટીમ કોઈપણ આફતની સ્થિતિમાં ઝડપી કામગીરી કરવા સજ્જ રહે છે.

- Advertisement -

SDRFના જવાને નાગરિકોને અપીલ કરી હતી કે ભારે વરસાદ દરમિયાન નદી, ડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવું, જેથી જાનહાનિ અને દુર્ઘટનાઓ અટકાવી શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular