Saturday, August 1, 2026
Homeરાજ્યહાલારમોટરના વાયરમાં છેડાં દેવા જતાં વીજશોકથી યુવાનનું મોત

મોટરના વાયરમાં છેડાં દેવા જતાં વીજશોકથી યુવાનનું મોત

કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામની સીમમાં ખેતી કરતાં પટેલ યુવાનને ઓરડીમાં મોટરના ઇલે. સ્ટાર્ટરમાં વાયરના છેડા આપવા જતાં વીજશોક લાગવાથી બેશુદ્ધ થઇ જતાં મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામના વાડી વિસ્તારમાં આવેલી ઝાકિરભાઇની વાડીએ ગઇકાલે બપોરના સમયે સંજયભાઇ કેશાભાઇ સોજિત્રા (ઉ.વ.35) નામનો યુવાન ખેતરની ઓરડીમાં રહેલી મોટર ઇલેકટ્રીક સ્ટાર્ટરના વાયરમાં છેડા આપવા જતાં સમયે અચાનક વીજશોક લાગતાં યુવાન બેશુદ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે જમનભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ જી.આઇ.જેઠવા સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular