Friday, July 31, 2026
Homeહેલ્થ એન્ડ વેલનેસશું તમારી સ્માર્ટવોચ સાચું બોલે છે? જાણો ડિજિટલ ફિટનેસ ટ્રેકિંગની સત્યતા

શું તમારી સ્માર્ટવોચ સાચું બોલે છે? જાણો ડિજિટલ ફિટનેસ ટ્રેકિંગની સત્યતા

આજના આધુનિક યુગમાં હેલ્થ અને ફિટનેસ પ્રત્યે લોકોની જાગૃતિ સતત વધી રહી છે. સવારે વૉકિંગ કરતા લોકોના કાંડા પર સ્માર્ટવોચ કે હાથમાં સ્માર્ટફોન હોવો હવે સામાન્ય બાબત બની ગઈ છે. “આજે મેં 10,000 સ્ટેપ્સ પૂરા કર્યા” કે “મારી પલ્સ રેટ નોર્મલ છે” જેવા સંવાદો ઘરોમાં અને મિત્રો વચ્ચે અવારનવાર સાંભળવા મળે છે. પરંતુ સવાલ એ થાય છે કે, સ્ક્રીન પર દેખાતા આ આંકડા કેટલા સચોટ છે? શું ડિજિટલ ફિટનેસ બેન્ડ પર આંધળો વિશ્વાસ મૂકી શકાય?..ચાલો જાણીએ

- Advertisement -

સેન્સર અને અલ્ગોરિધમ: આ ઉપકરણો કામ કેવી રીતે કરે છે?

  • સ્માર્ટવોચ અને સ્માર્ટફોન મુખ્યત્વે ‘એક્સેલરોમીટર’ (Accelerometer) નામના એક ખાસ સેન્સર પર કામ કરે છે. આ સેન્સર હાથ અથવા શરીરની ગતિ અને દિશાને ટ્રેક કરે છે.
  • સ્ટેપ્સ ટ્રેકિંગ: તમે જ્યારે ચાલો છો, ત્યારે હાથ અને પગના ચોક્કસ હલનચલનને આધારે વોચમાં રહેલું સોફ્ટવેર પ્રોગ્રામિંગતેને ‘પગલું’ ગણે છે.
  • હાર્ટ રેટ મોનિટરિંગ: વોચની પાછળ રહેલી લીલી LED લાઈટ ત્વચામાંથી પસાર થઈને રક્તવાહિનીઓ પર પડે છે. લોહીના પ્રવાહના આધારે તે ધબકારાનો દર નક્કી કરે છે.

કેટલો ડેટા સચોટ અને કેટલો અંદાજિત?

  • વિવિધ સંશોધનો અને ટેકનિકલ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ડિજિટલ ડિવાઇસ દરેક ડેટામાં એકસરખી ચોકસાઈ આપતા નથી:
  • સચોટ ડેટા (70% થી 90% ચોકસાઈ): સ્ટેપ્સ કાઉન્ટ અને હાર્ટ રેટ. સામાન્ય વૉકિંગ કે રનિંગ દરમિયાન સ્ટેપ્સ ગણવામાં સ્માર્ટવોચ સારી બ્રાન્ડની હોય તો ખૂબ સચોટ પરિણામ આપે છે. તેવી જ રીતે સામાન્ય સ્થિતિમાં હાર્ટ રેટ પણ મોટે ભાગે સાચા દર્શાવે છે.
  • અંદાજિત ડેટા (માત્ર અનુમાન): કેલરી બર્ન અને સ્લીપ સાયકલ (ઊંઘ). તમે કેટલી કેલરી બાળી તે વ્યક્તિના મેટાબોલિઝમ, વજન અને સ્નાયુઓ પર આધાર રાખે છે, જે માત્ર સેન્સર માપી શકતા નથી. તેવી જ રીતે, તમે રાત્રે શાંત પડી રહ્યા છો કે ખરેખર ઊંડા વિરામમાં છો, તેનો અંદાજ પણ માત્ર હલનચલન પરથી લગાવાતો હોવાથી સ્લીપ ટ્રેકિંગ સંપૂર્ણ સાચું હોતું નથી.

ડિજિટલ ટ્રેકિંગની મર્યાદાઓ

  • આ ઉપકરણો રોજિંદા ઉપયોગ માટે ઉત્તમ છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ છે:
  1. ખોટા સ્ટેપ્સ ગણાઈ જવા: બાઇક કે ગાડી ચલાવતી વખતે, વાસણ ધોતી વખતે, કે માત્ર હાથ વધુ હલાવતી વખતે પણ સેન્સર તેને સ્ટેપ્સ ગણી લે છે.
  2. તીવ્ર વર્કઆઉટ કે પરસેવો: જ્યારે શરીરે વધુ પરસેવો થયો હોય અથવા ખૂબ સ્પીડમાં કસરત ચાલતી હોય, ત્યારે હાર્ટ રેટનું રીડિંગ ખોટું આવી શકે છે.
  3. મેડિકલ સાધનો સાથે સરખામણી: હોસ્પિટલમાં વપરાતા ECG મશીન કે બ્લડ પ્રેશર મોનિટરની સરખામણીએ આ કન્ઝ્યુમર ગેજેટ્સની ચોકસાઈ ઓછી હોય છે.

સ્માર્ટવોચ અને મોબાઇલ એપ્લિકેશન્સ તમને સક્રિય રહેવા માટે મોટિવેટ કરવાનો એક ઉત્તમ જરિયો છે. તે તમને બેઠાડુ જીવનશૈલીમાંથી બહાર કાઢીને રોજ ચાલવાની આદત પાડે છે, જે સકારાત્મક બાબત છે.પરંતુ, યાદ રાખો કે આ એક ફિટનેસ ગાઈડ છે, મેડિકલ ડાયગ્નોસિસ સાધન નથી. જો તમને છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, ખૂબ ચક્કર આવવા જેવી શારીરિક અસ્વસ્થતા અનુભવાય, તો વોચના રીડિંગ નોર્મલ બતાવતા હોય તો પણ તેને ગંભીરતાથી લઈ તુરંત ડૉક્ટરની સલાહ અને યોગ્ય તબીબી તપાસ કરાવવી જોઈએ.

તમારા સ્વાસ્થ્યનો શ્રેષ્ઠ નિર્ણય સેન્સર કરતાં તમારું શરીર અને અનુભવી ડૉક્ટર વધુ સારી રીતે કરી શકે છે.

(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular