Wednesday, July 29, 2026
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં દારૂની રેલમછેલ, સણોસરીમાંથી ઝડપાયો રૂા.1.08 કરોડનો જંગી જથ્થો - VIDEO

જામનગર જિલ્લામાં દારૂની રેલમછેલ, સણોસરીમાંથી ઝડપાયો રૂા.1.08 કરોડનો જંગી જથ્થો – VIDEO

ગુજરાત રાજ્યની મોનિટરિંગ સેલ, ગાંધીનગર ની ટિમ અને લાલપુર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં લાલપુર તાલુકાના સણોસરી ગામની સીમમાં આવેલી એક વાડી પર દરોડો પાડી ઈંગ્લીશ દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ અંદાજે રૂ. 1,00,85,530નો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સુત્રધાર સહિત અન્ય દસ આરોપીઓ ફરાર હોવાનું બહાર આવ્યું છે.

- Advertisement -

પોલીસ ફરિયાદ મુજબ, તા. 28 જુલાઈની રાત્રિથી તા.29  જુલાઈના પરોઢિયા દરમિયાન સણોસરી ગામની સીમમાં નગાભાઈ ભીમશીભાઈ ડાંગરની વાડીમાં ટેન્કર મારફતે દારૂનો વિશાળ જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો.

કાર્યવાહી દરમિયાન પોલીસે નગાભાઈ ભીમશીભાઈ ડાંગર (ઉ.વ. 70), હેમત નગાભાઈ ડાંગર (ઉ.વ. 30) તથા સુરજપ્રકાશ સુમેરસિંહ જાટ (ઉ.વ. 32, મૂળ રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.

- Advertisement -

તપાસમાં ખુલ્યું છે કે સણોસરીના ગોવિંદ ભાયા ડાંગર દ્વારા રાજસ્થાનના જીતેન્દ્રસિંહ અને પવનસિંહના સંપર્કથી પંજાબના પટિયાલાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવવામાં આવ્યો હતો. દારૂ ટેન્કર ટ્રકમાં ભરી ગુજરાત લાવવામાં આવ્યો હતો અને સણોસરીની વાડીમાં ઉતારવાની કામગીરી દરમિયાન પોલીસે દરોડો પાડી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસે સ્થળ પરથી ટેન્કર ટ્રક (જી.જે. -1 -જે.ટી. 2566) કિંમત રૂ. 20 લાખ, દારૂની 5930 બોટલો કિંમત રૂ. 77.09 લાખ, ઉપરાંત મકાનમાંથી મળેલી 48 બોટલો, રોકડ રકમ, ત્રણ મોટરસાયકલો, મોબાઇલ ફોન, ફાસ્ટેગ, દસ્તાવેજો તથા અન્ય સામાન સહિત કુલ રૂ. 1,00,85,530 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

- Advertisement -

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ દારૂના જથ્થાની હેરફેર, સંગ્રહ અને વેચાણ માટે સુનિયોજિત કાવતરું રચ્યું હતું. ઉપરાંત વાહનો પર ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યાનો પણ આરોપ છે.

આ ગુનામાં ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મુખ્ય સુત્રધાર, દારૂ મંગાવનાર, ટેન્કર માલિક, અન્ય ડ્રાઇવર, ફાસ્ટેગ ધારક સહિત કુલ દસ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ગુનાની વધુ તપાસ લાલપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular