Tuesday, July 28, 2026
Homeરાજ્યહાલારનાઘેડી લાખાબાવળ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટના કારખાનામાંથી ચોરી

નાઘેડી લાખાબાવળ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટના કારખાનામાંથી ચોરી

નાઘેડી, લાખાબાવળ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં આવેલ કારખાનામાં ઓફિસના ટેબલના ખાનામાં રહેલ રૂપિયા 1 લાખ 90 હજારની રોકડની ચોરી થયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ જામનગરના મેહુલનગર, શ્રીજી પરિસર એપાર્ટમેન્ટમાં રહેતાં જય રાજેશભાઇ વડારિયાએ પંચ ‘બી’ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત્ તા. 27ના રાત્રિના સમયે નાઘેડી, લાખાબાવળ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં પ્લોટ નંબર 12, રે.સ.નં. 223/2માં આવેલ એમ્પેક્સ ટેકનોલોજિસ પ્રા. લિ. નામના કારખાનામાં અજાણ્યા શખ્સોએ ઓફિસની બારીના સળિયા તોડી ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. ઓફિસના ટેબલના ખાનામાં રહેલ રૂા. 1,90,000ની રોકડ ચોરી કરી નાશી ગયા હતા. આ અંગેની અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી પંચ ‘બી’ પીએસઆઇ એલ. બી. જાડેજા તથા સ્ટાફે નાસી ગયેલા તસ્કરોને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular