Tuesday, July 28, 2026
Homeરાજ્યહાલારઅપિયા ગામમાંથી તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝબ્બે

અપિયા ગામમાંથી તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝબ્બે

જામનગરના લાલપુર તાલુકાના અપિયા ગામમાં પાદરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા. 84,080ના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં હતાં.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ લાલપુર તાલુકાના અપિયા ગામના પાદરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન લખમણ ભીમશી નંદાણિયા, પરબત પભા રાઠોડ, રણમલ અજા જોગલ, જેઠા હમીર લાખોતરા નામના ચાર શખ્સોને રૂા. 14,080 રોકડ રકમ, ગંજીપન્ના અને 6 મોબાઇલ ફોન તથા બે બાઇક મળી કુલ રૂા. 84,014ના મુદ્ામાલ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો જામનગરના કિશાન ચોકના મકરાણી કબ્રસ્તાન પાસેથી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાડે રેઇડ દરમ્યાન હુસેન ઉફેૃ હુસી ધમાલ શેખ નામના શખ્સને વર્લી મટકાના આંકડા લખી પૈસાની હાર-જિત કરતાં ઝડપી લઇ સાતસો રૂપિયાની રોકડ અને વર્લીની ચિઠ્ઠી તથા દરબારગઢ સર્કલમાં બસસ્ટેન્ડ પાસે વર્લી મટકા લખતાં મેહુલ રમેશ પાટલિયા નામના શખ્સને રૂા. 120ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular