Thursday, July 2, 2026
Homeરાજ્યહાલારસલાયામાં મહોર્રમ દરમ્યાન થયેલી ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો

સલાયામાં મહોર્રમ દરમ્યાન થયેલી ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગત સપ્તાહમાં મોહરમના તહેવારમાં રાત્રિના સમયે જુદા જુદા બે રહેણાંક મકાનમાં થયેલી ચોરીમાં સલાયા મરીન પોલીસે સ્થાનિક રહીશ એવા એક શખ્સને દબોચી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મજબ સલાયાના ડી.વી. નગર વિસ્તારમાં રહેતા જુલેખાબેન અલી અસગરભાઈ ચબાના રહેણાંક મકાનમાંથી ગત શુક્રવારે રાત્રિના સમયે સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ. 37,940ના મુદ્દામાં તેમજ આ જ વિસ્તારમાં રહેતા સમીરાબેન સદ્દામભાઈ ચબાના રહેણાંક મકાનમાંથી રૂપિયા 22,200ના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.

ત્યારબાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડી.વાય.એસ.પી. મિત રુદલાલના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. જે.એમ. ચાવડાના વડપણ હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બાતમીના આધારે સલાયાના વાલ્મીકી વાસ વિસ્તારમાં રહેતા રસીદ સુલેમાન ચામડિયા (ઉ.વ. 35) નામના શખ્સને પોલીસ સ્ટાફે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લઇ અને આગવી ઢબે પૂછપરછ કરતા આ શખ્સે ઉપરોક્ત બે ચોરીની કબુલાત આપી હતી. આથી પોલીસે સોના ચાંદીના દાગીના, જુદા જુદા પ્રકારના આઠ મોબાઈલ ફોન, હથિયાર વિગેરે સહિત કુલ રૂપિયા 65,440 નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.
આ કામગીરીમાં સલાયા પોલીસ સ્ટાફના પીઠાભાઈ જોગલ, ઓમદેવસિંહ જાડેજા, વિપુલભાઈ ડાંગર અને કરણભાઈ સોંદરવા જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular