Tuesday, June 23, 2026
Homeરાજ્યજામનગરઆગળ જતાં ટ્રકે બ્રેક મારતા મહાપાલિકાની બસ અથડાઇ

આગળ જતાં ટ્રકે બ્રેક મારતા મહાપાલિકાની બસ અથડાઇ

જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક પાસે આગળ જતાં ટ્રકના ચાલકે બેફિકરાઇથી ચલાવી એકાએક બ્રેક મારતા પાછળથી આવી રહેલી મહાપાલિકાની બસ ટ્રક સાથે અથડાતાં બસમાં બેસેલા વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગરના પટ્ટણીવાડમાં રહેતાં સમીરભાઇ કુરેશી (ઉ.વ.32) નામનો યુવાન ગઇકાલે સવારના સાડા નવ વાગ્યાના અરસામાં મહાનગરપાલિકાની જીજે10 ટીએક્સ 3748 નંબરની બસ લઇને મહાપ્રભુજીની બેઠક પાસેથી પસાર થતા હતા ત્યારે આગળ જતાં જીજે10 ટીએક્સ 1136 નંબરના ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારી હતી. તેથી પાછળ આવી રહેલી મહાનગરપાલિકાની બસ ટ્રક સાથે અથડાતા અકસ્માતમાં બસમાં સવાર સ્કૂલના વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચી હતી. બસમાં આશરે રૂા. 70 હજારનું નુકસાન થયું હતું. આ અકસ્માત સંદર્ભે સમીરભાઇ દ્વારા ટ્રકચાલક વિરૂદ્ધ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે એમ. એમ. ગોગરા તથા સ્ટાફએ આગળની તપાસ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular