જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પસાર થતી કારને આંતરીને તલાશી લેતાં તેમાંથી રૂા. 43,560ની કિંમતની 44 બોટલ દારૂ અને રૂા. 57,117ની કિંમતના 241 નંગ ચપટા સાથે પોલીસે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડાની વિગત મુજબ જામનગર શહેરના દિ. પ્લોટ શેરી નંબર 45 વિસ્તારમાંથી પસાર થતી જીજે03 એચઆર 3486 નંબરની આઇ-20 કારને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં કારમાંથી રૂા. 43,560ની કિંમતની 44 બોટલ દારૂ અને રૂા. 57,117ની કિંમતના 241 નંગ ઇંગ્લીશ દારૂના ચપટા મળી આવતા પોલીસે રૂા. 3 લાખની કિંમતની કાર અને રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ તથા દારૂ અને ચપટાનો જથ્થો મળી કુલ રૂપિયા 4,05,677ના મુદામાલ સાથે આફ્રિદી ઉર્ફે આફ્રિદ મહેબુબ દરજાદા નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો નાઝીર ઉર્ફે નાઝલો નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયાની કેફિયતના આધારે બન્ને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


