Saturday, June 13, 2026
Homeરાજ્યહાલારસલાયામાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું

સલાયામાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું

રૂ. 4.32 લાખની કિંમતની 216 ટન રેતી કબ્જે: એસઓજી પોલીસની કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ખનીજ ખનન તેમજ રેતી ચોરી સામે પોલીસ તંત્ર દ્વારા ચાલી રહેલી કાર્યવાહીમાં એસ.ઓ.જી. પોલીસે સલાયા વિસ્તારમાંથી એક શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે એકત્ર કરીને રાખેલી રૂપિયા 4.32 લાખની કિંમતની અંદાજિત 216 ટન રેતીનો જથ્થો કબજે કર્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જિલ્લા એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મહાવીરસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે સલાયાના જીન વિસ્તારમાં રહેતા સાલેમામદ કાસમ ભાયા નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરી ખુલ્લા પ્લોટમાં રાખેલો 216 ટન જેટલો રેતીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા શખ્સની પૂછતાછમાં તેની પાસે આ રેતીના જથ્થા અંગેની કોઈ રોયલ્ટી કે આધાર પુરાવા ન હતા. તેથી પોલીસે આ અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરી, રૂ. 4.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તથા સ્ટાફના સજુભા જાડેજા, હરદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ અને સંજયભાઈ વારોતરિયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular