Sunday, April 19, 2026
Homeરાજ્યજામનગરજામનગર : જાણો કેટલું ભણેલા છે તમારા ઉમેદવારો...?

જામનગર : જાણો કેટલું ભણેલા છે તમારા ઉમેદવારો…?

જામનગર મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની કામગીરી ચાલી રહી છે. રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગેલા છે. તો વહીવટી તંત્ર ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. જામનગરની 63 બેઠકો માટે કુલ 206 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપાના 63, કોંગ્રેસના 62 અને ‘આપ’ના 49 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડતાં ભાજપા, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના શિક્ષણ ઉપર થોડી નજર કરીએ.

- Advertisement -

ત્રણેય પક્ષોના ઉમેદવારોમાં અક્ષરજ્ઞાનથી લઇ એલએલબી, એમએસડબલ્યુ, ડીપ્લોમા, નર્સિંગ, બીસીએ, બી.એડ્. સહિતનો અભ્યાસ કરેલા ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. આ ત્રણેય પક્ષોમાં કુલ 6 ઉમેદવારો અક્ષરજ્ઞાન ધરાવતા કે અભણ ઉમેદવારો છે. આ ઉપરાંત ધોરણ 10 કે તેથી ઓછો અભ્યાસ ધરાવતાં ઉમેદવારોમાં ભાજપામાં 27 ઉમેદવારો, કોંગ્રેસમાં 38 ઉમેદવારો તથા ‘આપ’માં 27 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

પક્ષવાર ઉમેદવારોના શિક્ષણ વિષે વાત કરીએ તો ભારતીય જનતાપાર્ટીમાં વોર્ડ નંબર એકમાં અમર મોદી ધોરણ 10 નાપાસ, ઇસ્માઇલ મલેક એલએલબી, સારાબેન ચમડિયા અભણ, ઝરીનાબેન સુંભણિયા ધોરણ બે, વોર્ડ નંબર બેમાં જયરાજસિંહ જાડેજા એસવાય. બી.કોમ., કમલાબેન મકવાણા ધોરણ આઠ, રિદ્ધિશ ડેર બી.કોમ., યોગીતાબા જાડેજા ધોરણ સાત, વોર્ડ નંબર ત્રણમાં હેતલબેન અમેથિયા એમએસડબલ્યુ, એલએલબી, ક્રિષ્નાબા જાડેજા ધોરણ 10, રાજેશ યાદવ એસ.વાય. બી.કોમ., સુભાષ જોષી ધોરણ 10 ફેઇલ, વોર્ડ નંબર ચારમાં આલાભાઇ ભારાઇ ધોરણ નવ, જિતેશ શિંગાળા ધોરણ સાત, નિશાબેન અસ્વાર ધોરણ નવ, સોનલબેન રાણા ધોરણ આઠ, વોર્ડ નંબર પાંચમાં આશિષભાઇ જોષી બી.એ., નીતિન માડમ બી.કોમ., નિકીતા કોટક એમ.એ., નિતાબા જાડેજા ધોરણ 10, વોર્ડ નંબર છમાં દીપક ચૌહાણ ધોરણ 12, જશુબા ઝાલા ધોરણ 07, નિશા ધવડ બી.કોમ., રાજુભાઇ કરમુર બી.ઇ.(સિવિલ), વોર્ડ નંબર સાત જ્યોત્સનાબેન પાંભર ધોરણ 12, રાકેશ ડેર ધોરણ 12, સંજય મુંગરા ધોરણ 10 ફેઇલ, શિતલ વાઘેલા ધોરણ સાત, વોર્ડ નંબર આઠમાં મિલન સભાયા ધોરણ 12, સંગીતા ગુઢકા ધોરણ 10, તૃપ્તિ ખેતિયા ધોરણ 10, યોગેશ કણજારિયા ધોરણ 10, વોર્ડ નંબર નવમાં દર્શન શેઠ બીબીએ, ધર્મિના સોઢા એલએલબી, ધીરેન મોનાણી બી.કોમ., મોનિકા વ્યાસ ધોરણ 12, વોર્ડ નંબર 10માં મંજુબેન બાંભણિયા અક્ષરજ્ઞાન, નિલેશ હાડા એસ.વાય.બી.એ., આશાબેન રાઠોડ ધોરણ નવ, સંજય દાઉદિયા એલએલબી, વોર્ડ નંબર 11 હેતલબેન નકુમ બી.કોમ., નિર્મલા વિશોરિયા ધોરણ 10, પ્રકાશ રાઠોડ ધોરણ પાંચ, પૂર્વેશ પરમાર એસ.વાય.બી.કોમ., વોર્ડ નંબર 12માં મકસૂદ ખુરેશી ધોરણ નવ, રંજનબેન નકુમ ધોરણ 12, રઉફ ગઢકાઇ ધોરણ 12, તસ્લીમ ખુરેશી ધોરણ આઠ, વોર્ડ નંબર 13 અમર કનખરા ધોરણ 12, બબિતાબેન લાલવાણી બી.કોમ., ધવલ નાખવા એલએલબી, પ્રવીણાબેન રૂપડિયા એમએ., વોર્ડ નંબર 14 મનિષ કટારિયા બીએ., શર્મિલા નંદા ધોરણ 10, સુરેશ કટારમલ એસવાય.બી.કોમ., વોર્ડ નંબર 15 દીપક શ્રીમાળી ધોરણ 10 ફેઇલ, હર્ષાબા જાડેજા એસવાય બીએ, જયસુખભાઇ ઢોલરિયા ધોરણ સાત, રમીલાબેન કણઝારિયા ધોરણ 6, વોર્ડ નંબર 16માં ધનજીભાઇ કછટિયા ધોરણ આઠ, ખ્યાતિબેન મુંગરા બીએ, નીતાબા જાડેજા ધોરણ નવ, પાર્થ કોટડિયા બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલા ઉમેદવારો છે.

- Advertisement -

કોંગ્રેસના ઉમેદવારોના શિક્ષણ વિશે વાત કરીએ તો વોર્ડ નંબર એકમાં કાસમ જોખિયા ધોરણ 06, હુસેનાબેન કુંગડા અક્ષરજ્ઞાન, નફીસા અકબર ધોરણ 12, વિરેન્દ્રસિંહ જાડેજા ધોરણ 10, વોર્ડ નંબર બેમાં હનિફ મલેક ધોરણ સાત, જયદીપસિંહ ઝાલા ડીપ્લોમા, મનિષા નંજાર બી.કોમ., ઉર્મિલાબા જાડેજા બીએ., વોર્ડ નંબર ત્રણમાં ભારદ્વાજ પરમાર ડીપ્લોમા, ભાવેશ પરમાર ધોરણ આઠ, હર્ષિદા રાઠોડ બીએ., બીએડ્., એલએલબી, જાડેજા ઉમાબા બીએ, વોર્ડ નંબર ચારમાં હરેન્દ્રસિંહ જાડેજા એસવાયબીએ, કવિતાબેન ડાભી ધોરણ પાંચ, રચનાબેન નંદાણિયા ધોરણ 12, હુસેન મુરીમા ધોરણ 10 ફેઇલ, વોર્ડ નંબર પાંચ અનુબેન જાદવ ધોરણ આઠ, ગિરિરાજસિંહ જેઠવા ધોરણ આઠ, જીતુદાન ગઢવી ધોરણ 11, રેણુકાબેન આશા ધોરણ નવ, વોર્ડ નંબર 6 ચંદ્રવડિયા દેવાભાઇ ધોરણ એક, ફુરકાન શેખ એલએલબી, જ્યોત્સાબેન બોખાણી ધોરણ નવ, રેખાબેન ગોહિલ ધોરણ આઠ, વોર્ડ નંબર સાતમાં ચંદ્રેશ ઘાડિયા ધોરણ સાત, જીજ્ઞાબેન ઇડરિયા ધોરણ આઠ, ખીમભાઇ બેલા ધોરણ ત્રણ, વૈશાલી ગોહિલ નર્સિંગ, વોર્ડ નંબર આઠમાં અલ્પેશ હીરાણી બીકોમ, હિનાબા ચોવટિયા એલએલબી, શિરિષ સાવલા ધોરણ 12, વિવિધા ભટ્ટ બીકોમ, વોર્ડ નંબર નવમાં બિનિતા લખતરિયા ધોરણ 10, જાગૃતિબા જાડેજા ધોરણ નવ, મહેન્દ્રભાઇ વ્યાસ ધોરણ આઠ, વૈભવ દવે ધોરણ 12, વોર્ડ નંબર 10 મહેશભાઇ ચૌહાણ ધોરણ સાત, મહેતા તૃષા ધોરણ નવ, રોશિયા દેવિલા ધોરણ આઠ, તૌસિફ શેખ ધોરણ 10, વોર્ડ નંબર 11 અનિલ ખાણધર ધોરણ આઠ, પારિયા તેજસી ધોરણ નવ, પાયલ સોનગરા ધોરણ અગિયાર, રીઝવાના મકરાણી ધોરણ નવ, વોર્ડ નંબર 12માં અલ્તાફ ખફી ધોરણ આઠ, અસ્લમ સોરા ધોરણ 11, કાશ્મિરા ચૌહાણ ધોરણ સાત, સારાહબેન મકવાણા ધોરણ 12, વોર્ડ નંબર 13 ધવલ નંદા ધોરણ નવ, શબાના દરજાદા ધોરણ આઠ, શિતલ લખિયાર ધોરણ નવ, સુનિલ ઘોઘલિયા ધોરણ આઠ, વોર્ડ નંબર 14માં જીજ્ઞેશ વશિયર ધોરણ પાંચ, મંગે દીપાલી એલએલબી, રતડા કિશોર ધોરણ આઠ, વોર્ડ નંબર 15માં આનંદ રાઠોડ ધોરણ 6, આરતી વાઘેલા ધોરણ આઠ, મનોજ ચોવટિયા એલએલબી, મરીયમબેન સુમરા અક્ષરજ્ઞાન, વોર્ડ નંબર 16માં અતુલ ભંડેરી ધોરણ 10, હસન ખફી ધોરણ સાત, મિત્તલ વાઘેલા નર્સિંગ, મોનિકા દોમડિયા બીસીએનો અભ્યાસ કરેલા ઉમેદવારો છે.

હવે વાત કરીએ ‘આપ’ના ઉમેદવારોની તો વોર્ડ નંબર એકમાં મરીયમબેન માડવાણી અભણ, સીમરન રાવકુડા બીએડ્., ઉમર સોઢા ધોરણ નવ, વોર્ડ નંબર ત્રણમાં નરેન્દ્રસિંહ જાડેજા ધોરણ 12, વોર્ડ નંબર ચારમાં હાજી વાજુગારા ધોરણ સાત, રવિ ખારા ધોરણ એમએસડબલ્યુ, વોર્ડ નંબર પાંચમાં જ્યોતિ ગોંડલિયા બીસીએ, મહેન્દ્રસિંહ ઝાલા ધોરણ 06, મંગળાબેન ત્રિવેદી ધોરણ નવ, સોમરાજ ગઢવી ધોરણ નવ, વોર્ડ નંબર છમાં અમિત ગોહિલ ધોરણ બાર, અનિતા ચૌહાણ ધોરણ આઠ ફેઇલ, ચેતનાબા રાઠોડ ધોરણ બે, મેરૂભાઇ ચાવડા ધોરણ નવ, વોર્ડ નંબર સાતમાં અશોક સોલંકી ધોરણ નવ, ભાવનાબેન વાઘાણી ધોરણ દસ, જતિન કોઠિયા ધોરણ નવ, મંજુબેન પરમાર ધોરણ ત્રણ, વોર્ડ નંબર આઠમાં અંજનાબા ચુડાસમા ધોરણ દસ, કમલેશ લિંબાસિયા ધોરણ 10, નંદકિશોર સવાણી ધોરણ ચાર, પૂજાબેન અજમેરિયા એમ.એ., વોર્ડ નંબર નવમાં જ્યોત્સનાબેન સોલંકી ધોરણ 10, કૃપાલી રાવલ બી.કોમ., રાજીવ લલન ધોરણ 12, સુનિલ આશર ધોરણ 12, વોર્ડ નંબર 10માં અસગર ગજિયા ધોરણ 11, કિરીટ દાઉદિયા ધોરણ નવ, વોર્ડ નંબર 11માં આસિફ સુમરા અક્ષરજ્ઞાન, વિજય મકવાણા ધોરણ આઠ, વોર્ડ નંબર 12માં અસલમ ખિલજી ધોરણ 10, ફિરદોસ ફૂલવાલા ધોરણ સાત, જૈનમબેન ખફી એલએલબી, રીઝવાન જુણેજા ધોરણ નવ, વોર્ડ નંબર 13માં લાલચંદ ધનવાણી ધોરણ 12, નર્મદા જાદવ ટીવાય.બી.એ., પરવીનાબાનુ બલોચ ધોરણ નવ, પીયૂષ વશિયર ધોરણ દસ, વોર્ડ નંબર 14માં હુલાસબા જાડેજા અભણ, જયકિશનભાઇ ખાનિયા ધોરણ આઠ, કિશોરભાઇ મિણિયા ધોરણ સાત, વોર્ડ નંબર 15માં બ્રિજેશ ફળદુ બી.ટેક.સિવિલ, કીર્તિબેન સાદિયા બીએ, નિશાબેન ચૌહાણ ધોરણ 10, પ્રદીપ વાઢેર ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલા ઉમેદવારો છે. ‘આપ’ના વોર્ડ નંબર 16ના ઉમેદવારોના એફિડેવિટ ચૂંટણી આયોગના ઓનલાઇન પોર્ટલ ઉપર યોગ્ય રીતે ઉપલબ્ધ ન હોય તેની માહિતી આપી શકાઇ નથી.

- Advertisement -

સુચિત બારડ-જામનગર

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular