Sunday, April 5, 2026
Homeરાજ્યજામનગરયુદ્ધના માહોલ વચ્ચે હાલારના દરિયાકિનારે કોસ્ટલ પોલીસ દ્વારા ચેકીંગ - VIDEO

યુદ્ધના માહોલ વચ્ચે હાલારના દરિયાકિનારે કોસ્ટલ પોલીસ દ્વારા ચેકીંગ – VIDEO

હાલમાં વેસ્ટ એશિયમાં અમેરિકા-ઈરાન વચ્ચે ઉપસ્થિત થયેલ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાન રાખતા દરિયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવા અતિ આવશ્યક હોય તેમજ જ્યારે કોઇપણ આતંકવાદી ઘટના બને છે ત્યારે તે સમયગાળો કટોકટીપૂર્ણ અને અગત્યનો હોય છે. તેજ પ્રમાણે આતંકવાદી ઘટના તુરંત બાદનો સમયગાળો હાઇ એલર્ટનો સમય હોઇ અગત્યનો હોય છે. ઉપરોક્ત બંને સમયગાળાઓ કરતાં પણ વધુ અગત્યનો સમયગાળો હાઇ એલર્ટ બાદ થાળે પડેલ અને નોર્મલ બનેલ પરિસ્થિતિ દરમિયાનનો હોય છે. કારણ કે, આ સમયગાળામાં જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો ઉપર મુજબના કટોકટીપૂર્ણ સમયગાળાઓમાંથી પસાર થવું પડતું નથી.

આ બાબતે ધ્યાને લઈ દરિયાઇ સુરક્ષાને વધુ મજબુત બનાવવા સારૂ જામનગર જીલ્લાના જોડીયા બંદર, બાલાચડી, સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ, સચાણા જેટી દરિયાઈ વિસ્તારના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં એ.ટી.એસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સર તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એ.એમ.મુનિયા સર તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક શ્રી એસ.જે. પરમાર સરના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પો.ઈ. ડી આર યાદવ તથા પો.સ.ઇ. ડી.એચ.જાડેજા તેમજ તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે તારીખ  ૦૩/૦૪/૨૦૨૬ના રોજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા “સઘન કોસ્ટલ પેટ્રોલિંગ”નું આયોજન કરવામાં આવેલ હતું. આ “સઘન કોસ્ટલ પેટ્રોલિંગ” દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ બોટ, લેન્ડિંગ પોઇન્ટ/ ફિશિંગ સેન્ટર, અવવારૂ જગ્યાઓની ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી.
- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular