Monday, March 16, 2026
Homeરાજ્યહાલારદેવળીયામાંથી દારૂની બોટલો સાથે શખ્સ ઝડપાયો

દેવળીયામાંથી દારૂની બોટલો સાથે શખ્સ ઝડપાયો

કલ્યાણપુરના દેવળિયા ગામમાં રહેણાંક મકાનમાંથી સ્થાનિક પોલીસે દરોડાદરમ્યાન 41 બોટલ દારૂની કબ્જે કરી હતી. આ કાર્યવાહીમાં એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના દેવળિયા ગામે રહેતા વિજય વેજાનંદ સુવા નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમી અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરને મળતા આ સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં પોલીસે આ સ્થળેથી રૂ. 53,300ની કિંમતની વિદેશી દારૂની 41 બોટલ કબજે કરી, આરોપી વિજય સુવાની અટકાયત કરી હતી. દારૂનો આ જથ્થો તેણે જામનગરના રહીશ ગૌતમ પરમાર પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે ગૌતમ પરમારને હાલ ફરાર જાહેર કરી, પ્રોહિ. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular