Monday, March 16, 2026
Homeરાજ્યહાલારદારૂ પીવાની ટેવ ધરાવતા શખ્સે પત્નીને ધોકા વડે લમધારી

દારૂ પીવાની ટેવ ધરાવતા શખ્સે પત્નીને ધોકા વડે લમધારી

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામની પરિણીતાએ પોતાના પતિને દારૂ પીવાની ટેવ હોય દરમ્યાન દારૂ પીને ધોકા વડે માર મારતા તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા નેહાબેન રાજુભાઈ પરમાર (ઉ.વ.28)નામના પરિણીતાના પતિ રાજુ જેઠાભાઈ પરમારને દારૂ પીવાની ટેવ હોય, જેથી આરોપી રાજુ તેમના પત્ની નેહાબેન સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. દરમ્યાન શનિવારે સાંજના સમયે આરોપી રાજુએ નેહાબેન પાસે પૈસા માંગતા તેણીએ પૈસા આપવાની ના કહી હતી. જેથી ઉશ્કેરાયેલા આરોપી રાજુએ નેહાબેન પર લાકડાના ધોકા વડે હુમલો કરી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે નેહાબેને કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular