Monday, March 16, 2026
Homeરાજ્યહાલારસલાયામાં બે પરિવારો વચ્ચે ધીંગાણામાં 6 શખ્સો સામે ફરિયાદ

સલાયામાં બે પરિવારો વચ્ચે ધીંગાણામાં 6 શખ્સો સામે ફરિયાદ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં માયલોવાસ વિસ્તારમાં બે પરિવારો વચ્ચે અગાઉ કરેલી ફરિયાદ બાબતે મનદુ:ખની બાબતમાં ધીંગાણુ થતાં સામસામા હુમલામાં મહિલાઓ સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે માયલો વાસ ખાતે રહેતા ઉંમરફારુક ગનીભાઈ સુંભાણીયા નામના 45 વર્ષના મુસ્લિમ વાઘેર યુવાન દ્વારા અગાઉ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ બાદ ધરપકડ થયેલા આરોપી શાબીર અબુભાઈ મુગલની પોલીસ દ્વારા ધરપકડ કરી અને જેલ હવાલે થયા બાદ આરોપી શાબીર હાઇકોર્ટમાંથી જામીન મેળવીને મુક્ત થયો હતો.

આ પછી આરોપી શાબીર દ્વારા ફરિયાદી ઉંમરભાઈને સમાધાન કરી લેવા માટેનું કહેતા તેમણે સમાધાન કરવાની ના કહી દીધી હતી. આ બાબતનું મનદુ:ખ રાખીને આરોપી શાબીર અબુભાઈ તથા અન્ય આરોપીઓ મહેબૂબ મુગલ, આરીફ મુગલ, અમીનાબેન અને શબાનાબેનએ એકસંપ કરી, ગેરકાયદેસર રીતે મંડળી રચી અને તેમને માર મારી, બિભત્સ ગાળો કાઢી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે તમામ પાંચ આરોપીઓ સામે બી.એન.એસ. સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

- Advertisement -

જ્યારે સામા પક્ષે શાબીર અબુભાઈ મુગલ (ઉ.વ. 23)એ ઉંમરફારુક ગનીભાઈ સુંભણીયા સામે કોઈ બાબતે જુના મનદુ:ખ સંદર્ભે તેમને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ ફરિયાદીના બહેન કે જે સગર્ભા હોય, તે છોડાવવા જતા તેને પણ આરોપીએ પેટમાં લાત મારી, ઈજાઓ પહોંચાડી હોવાનું અન્ય એક પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

સામસામી મારામારીની ફરિયાદમાં પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular