ભાણવડના રૂપામોરા ગામમાં ગૌશાળામાં યોજાયેલા ડાયરાના કાર્યક્રમમાંથી 15 ફ્લડ લાઇટો અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આ અંગેની વિગત મુજબ ભાણવડથી આશરે પાંચ કિલોમીટર દૂર રૂપામોરા ગામની ગૌશાળા ખાતે તાજેતરમાં એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્ટેજની નીચે રાખવામાં આવેલી રૂપિયા 21,010 ની કિંમતની કુલ 15 ફ્લડ લાઈટ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. આ ચોરી અંગે ચિરાગભાઈ ખીમાભાઈ પીપરોતરએ જાણ કરતાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા સહિતની તપાસ હાથ ધરી છે.


