જામનગર તાલુકાના ધુતારપર ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં ચાલતા જુગાર અખાડા સ્થળે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન મહિલા સહિત 6 શખ્સોને ઝડપી લઇ રૂા. 9,88,700નો મુદ્ામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગાર દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના ધુતારપર ગામમાં નિષ્ઠાનગરીમાં રહેતાં કુમન વિઠ્ઠલ ભંડેરીના કબ્જાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીનપત્તીનો જુગાર રમાડાતો હોવાની નિર્મળસિંહ જાડેજા, કાસમભાઇ બલોચને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. એન. શેખ, એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, કાસમભાઇ બલોચ, હે.કો. કેતનભાઇ ઘાઘરેટિયા, રામદેવસિંહ જાડેજા, રીનાબેન ગોજિયા, પો.કો. કમલેશભાઇ ખીમાણિયા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન કુમન વિઠ્ઠલ ભંડેરી, દીપક ઉર્ફે દિલીપ રમણિક પાંભર, શક્તિસિંહ મહિપતસિંહ જાડેજા, રજનીકાંત વિઠ્ઠલ સાંગાણી, અલ્તાફ જુસબ ડેલા અને મહિલા સહિત 6 શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 4,73,200ની રોકડ રકમ, રૂા. 15,500ની કિંમતના ચાર નંગ મોબાઇલ, રૂા. 5 લાખની કિંમતની અર્ટીગા કાર, ગંજીપના અને લાઈટબિલ સહિત કુલ રૂા. 9,88,700ના મુદ્ામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.
જુગારનો બીજો દરોડો જામજોધપુર પંથકના ગાંગણ પાઇટ ડેમના કાંઠે, ખુલ્લા પટમાં ટોર્ચના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં હસન ઉંમર ઘોઘા, ફારૂક ઈસ્માઇલ ઘોઘા, ઇકબાલ પોલા હાલેપોત્રા, લખિયાર જીવા સોઢા, મનસુખ જીવરાજ સુદાણી નામના પાંચ શખ્સોને રૂા. 15,580ની રોકડ, ટોર્ચ તથા ગંજીપત્તા સાથે શેઠવડાળા પોલીસે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


