મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતમાં લોકો પર મોંઘવારીનો માર પડવાની શરુઆત થઈ છે. કારણ કે ભારતમાં ઘરેલુ ગેલ સિલિન્ડરના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. નવા ભાવ 7 માર્ચ 2026 થી લાગુ ગણાશે. સૂત્રોના જણાવ્યાનુસાર 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રુપિયાનો વધારો થયો છે અને 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 115 રુપિયાનો વધારો થયો છો. આ ભાવ વધારા પછી દિલ્હીમાં એલપીજી સિલિન્ડરના નવા ભાવ 913 રુપિયા અને 1883 રુપિયા થઈ છે.

મિડલ ઈસ્ટ (પરૂમિ એશિયા)માં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ભારતીય ગૃહિણીઓના રસોડા સુધી પહોંચી ગઈ છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનએ રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે, જેનાથી સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે.
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ઓઈલ કંપનીઓએ 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 07 માર્ચ 2026થી જ અમલી બની ગયા છે. ઉલ્લેખનિય છે કે એપ્રિલ 2025 પછી ઘરેલું સિલિન્ડરના ભાવમાં આ પ્રથમ વધારો છે. સૂત્રોના જણાવ્યાનુસાર શુક્રવારે સરકારે સરકારી તેમજ પ્રાઈવેટ બંને એલપીજી રિફાઈનરીઓને પ્રોડકશન વધારવા આદેશ આપ્યા હતા. ઈરાન યુદ્ધના કારણે દુનિયાભરમાં એનર્જી સંકટ વધી શકે છે જે આશંકાને ધ્યાનમાં રાખી સરકારે ઉત્પાદન વધારવા આદેશ કર્યા હોવાનું સામે આવ્યું છે. જો કે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે ભારતમાં એનર્જી ક્રાઈસિસ નહીં સર્જાય. સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર ભારત સારી સ્થિતિમાં છે અને દેશમાં કાચા તેલ, પેટ્રોલ, ડીઝલ અને એલપીજી જેવા પેટ્રોલિયમ પ્રોડક્ટનો ઘણો સ્ટોક છે.
ગેસ સિલિન્ડરના ભાવમાં અનુક્રમે 60 અને 115 રુપિયાના વધારા પછી ગેસ સિલિન્ડરની લેટેસ્ટ પ્રાઈઝ પર નજર કરીએ તો ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રુપિયાના વધારા પછી દિલ્હીમાં ગેસ સિલિન્ડરના ભાવ 913 રુપિયા, કલકત્તામાં 939 રુપિયા, ચેન્નઈમાં 928.50 રુપિયા થયા છે.
જ્યારે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 115 ના વધારા સાથે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ 1883 રુપિયા, મુંબઈમાં 1835 રુપિયા, કલકત્તામાં 1990 રુપિયા, ચેન્નઈમાં 2043.50 રુપિયા થયા છે. આ ભાવ વધારાની અસર લોકોના ઘરના બજેટથી લઈ હોટલ, રેસ્ટોરન્ટ સહિતના બિઝનેસ પર પણ જોવા મળશે.


