Friday, March 20, 2026
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયયુધ્ધ શરૂ : ઇરાનના અનેક શહેરો પર ઇઝરાયેલે કર્યો હુમલો

યુધ્ધ શરૂ : ઇરાનના અનેક શહેરો પર ઇઝરાયેલે કર્યો હુમલો

સુપ્રીમ લીડર ખામેનેઈને સુરક્ષિત સ્થળે ખસેડાયા : ઈરાનના પ્રમુખના ઘરે હુમલો, અનેક મંત્રીઓના ઘર સહિત 30 ઠેકાણાને નિશાન બનાવાયા

લાંબા સમયથી અમેરિકા ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખાતી હતી. યુદ્ધના ભણકારાં વાગી રહ્યા હતા ત્યારે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપેલી માહિતી અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક વિસ્તારોમાં ઈઝરાયલી સેના દ્વારા મોટો હુમલો કરી દેવામાં આવ્યો છે. ઈઝરાયલે ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાનના ઘરે હુમલો કર્યો છે. અનેક મંત્રીઓના ઘર સહિત 30 ઠેકાણાને નિશાન બનાવાયા છે. ઈરાનની ગુપ્તચર એજન્સીના કાર્યાલયને પણ નિશાન બનાવવામાં આવી હોવાની જાણકારી સામે આવી રહી છે.

- Advertisement -

ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાને ધ્યાનમાં રાખી અમેરિકા પણ એલર્ટ થઇ ગયું છે. સંભવિત ઈરાની હુમલાથી બચવા માટે અમેરિકાએ કતારમાં તેના એરબેઝને એલર્ટ પણ રાખી દીધું છે. ઈઝરાયલના આ હુમલામાં તહેરાન, મહેરાબાદ સહિત વિવિધ એરપોર્ટને નિશાન બનાવાયા હતા.

હુમલો એટલો ભયાનક હતો કે ધૂમાડાના ગોટેગોટા હવામાં અનેક કિ.મી. દૂરથી જોઇ શકાતા હતા. ઈરાની મીડિયાએ પણ ઈઝરાયલના હુમલાની પુષ્ટી કરી દીધી છે. તહેરાનમાં અનેક વિસ્તારોને નિશાન બનાવાયા હતા. ઈઝરાયલે આ હુમલો કર્યા બાદ ઈરાનના વળતા પ્રહારના ડરથી સમગ્ર દેશમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. ઈઝરાયલે આ હુમલા અંગે કહ્યું કે અમે ઈરાનના હુમલાથી બચવા માટે આ કાર્યવાહી કરી છે. જો અમે હુમલો ના કર્યો હોત તો ઈરાને અમારા પર હુમલા શરૂ કરી દીધા હોત.

- Advertisement -

ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, ઈઝરાયલ પર રહેલા જોખમોને દૂર કરવા માટે સેનાએ ઈરાન વિરુદ્ધ પૂર્વ-નિયોજિત કાર્યવાહી હાથ ધરી છે. આ જાહેરાતની સાથે જ કાત્ઝે સમગ્ર ઈઝરાયલમાં તાત્કાલિક અસરથી ’સ્ટેટ ઓફ ઈમરજન્સી’ (કટોકટીની સ્થિતિ) લાગુ કરી દીધી છે.

ઈરાન પર થયેલા આ હુમલા બાદ વળતા જવાબની આશંકાએ સમગ્ર ઈઝરાયલમાં સાયરન વાગવા લાગ્યા છે. ઈઝરાયલની ડિફેન્સ ફોર્સના હોમ ફ્રન્ટ કમાન્ડે નાગરિકોને અત્યંત સાવધ રહેવાની અને બોમ્બ શેલ્ટર્સની નજીક રહેવાની સૂચના આપી છે. IDF એ જણાવ્યું છે કે સુરક્ષાની ગંભીર સ્થિતિને જોતા નાગરિકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ અને પોતાની આસપાસના સુરક્ષિત સ્થળોની જાણકારી રાખવી જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular