Wednesday, February 18, 2026
Homeરાજ્યજામનગરતે અમારા વિરૂઘ્ધ કેમ જુબાની આપી? કોર્ટ બિલ્ડીંગમાં યુવાનને ધમકી

તે અમારા વિરૂઘ્ધ કેમ જુબાની આપી? કોર્ટ બિલ્ડીંગમાં યુવાનને ધમકી

જામનગર શહેરમાં લાલબંગલા કોર્ટની લોબીમાં માથાકૂટ કેસમાં જુબાની આપવા સબબ યુવાનને ઢીચડા ગામના શખ્સે મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામનો વતની અને હાલ જામનગરના ઢીંચડા ગામમાં પંચાયત ઓફિસ પાછળ રહેતો અને પશુપાલન વ્યવસાય કરતો હુશેન કાસમ ખફી (ઉ.વ.44) નામના યુવાનને કાસમ મુસા કોટાઇ સાથે માથાકૂટ થઇ હતી. જે સંદર્ભેની પોલીસ ફરિયાદ બાદ કેસ અદાલતમાં ચાલી ગયો હતો.

દરમ્યાન મંગળવારે બપોરના સમયે હુશેન ખફી કોર્ટની મુદ્દતે આવ્યો હતો. બહાર નીકળ્યો તે સમયે કાસમ કોટાઇએ કોર્ટ બિલ્ડીંગની લોબીમાં જ હુશેનને આંતરી અને તે અમારા વિરૂઘ્ધ કેમ જુબાની આપી? તેમ કહી પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગેની હુશેનભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એમ. આર. પરમાર તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular