Friday, February 13, 2026
Homeરાજ્યજામનગરબેકાબૂ વાહન દુકાનમાં ઘૂસ્યું - CCTV

બેકાબૂ વાહન દુકાનમાં ઘૂસ્યું – CCTV

જામનગરના જાયવા ગામ પાસે સર્જાયો અકસ્માત

 

- Advertisement -

જામનગર જિલ્લામાં ધ્રોલ પાસે જાયવા ગામ નજીક એક અકસ્માતની ઘટના સામે આવી છે. જાયવા બસ સ્ટેન્ડ પાસે આવેલા એક પંચરની દુકાનમાં છોટાહાથી વાહન અચાનક ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, છોટાહાથીના ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા વાહન સીધું જ રસ્તા કિનારે આવેલી પંચરની દુકાનમાં ઘૂસી ગયું હતું. ચાર વ્હીલનુ છોટાહાથી બે વ્હીલ પર નમી ગયુ અચાનક અથડાયુ હતુ. અકસ્માત સમયે દુકાન આસપાસ લોકો હાજર હોવા છતાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

- Advertisement -

અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવે છે.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વાહન અચાનક વળાંક લેતા નિયંત્રણ ગુમાવી દુકાનમાં ઘૂસી જાય છે.

- Advertisement -

સ્થાનિક લોકો દ્વારા વાહનને બહાર કાઢવામાં આવ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular