હાલારના સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસ અંતર્ગત તા.23ના રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહિતના સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અંતર્ગત 12-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમના જન્મદિવસે “સેવા સપ્તાહ અંતર્ગત” સેવા કાર્યોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તથા જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભાના સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસે સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેગા સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા અને રક્તદાન કેમ્પમાં સહભાગી થવા જાહેર જનતાને નમ્ર અનુરોધ છે.
જામનગરમાં મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિર આગામી તારીખ 23 સપ્ટેમ્બરના સવારે 09 થી સાંજે 06 વાગ્યા સુધી ઓશવાળ સેન્ટર, જામનગર ખાતે યોજાશે તેમજ કેમ્પમાં નામાંકિત નિષ્ણાત ડોક્ટરો દ્વારા રોગનું નિદાન કરી જરૂરી દવાઓ નિ:શુલ્ક આપવામાં આવશે.


