જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો ધ્રોલ ગામમાં કૃષ્ણનગર પાછળના સોસાયટી વિસ્તારમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની હે.કો. કે. ડી. કામરિયા, એચ.જે. જાડેજા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા, કરણભાઇ શિયારને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ પોલીસવડા પ્રતિભાની સૂચનાથી પીઆઇ એચ. વી. રાઠોડ, હે.કો. કલ્પેશભાઇ કામરિયા, રાજેશભાઇ મકવાણા, હરદેવસિંહ જાડેજા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા, કરણભાઇ શિયાર, નાગજીભાઇ ગમારા સહિતના સ્ટાફએ રેઇડ દરમયાન રમેશ તેજા પરમાર, દેવજી ભગવાનજી પરમાર, નિલેશ ભાણજી ચૌહાણ, દિનેશ ભગવાનજી કટેશિયા, હિરેન આંબા પરમાર, અશોક નાથા પરમાર, ભાવેશ પોપટ પરમાર નામના સાત શખ્સોને રૂા. 56,500ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.
બીજો દરોડો ધ્રોલ તાલુકાના રાજપર ગામની સીમમાં વોંકળાના કાંઠે જુગાર રમાતો હોવાની એલસીબીના કાસમભાઇ બલોચ, યુવરાજસિંહ ઝાલા, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન સહદેવસિંહ સુરૂભા જાડેજા, અશોકસિંહ લગધીરસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ સુરુભા જાડેજા, શકિતસિંહ લગધીરસિંહ જાડેજા, શકિતસિંહ સુરુભા જાડેજા, યશપાલસિંહ મહાવીરસિંહ જાડેજા, ફતેસિંહ દાનુભા જાડેજા નામના સાત શખ્સને રૂા. 30,400ની રોકડ અને રૂા. 20 હજારની કિંમતના પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 55,400ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
ત્રીજો દરોડો જામનગર તાલુકાના હાપા ગામમાં જુગાર રમાતો હોવાની એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, પો.કો. હરદેવસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પીઆઇ એમ. એન. શેખ, એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, હે.કો. જયદીપસિંહ જાડેજા, પો.કો. હરદેવસિંહ ઝાલા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન અનિલ સુરેશ કનેજા, મનસુખ ધીરૂ કનેજા, રવિ કરશન છૈયા, સાગર સુરેશ કનેજા, મહેશ કરશન ઉર્ફે નીલા સોલંકી નામના પાંચ શખ્સને રૂા. 17,130ની રોકડ, રૂા. 14 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન, ગંજીપતા સહિત કુલ રૂા. 31,130ના મુદામાલ સાથે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફએ ઝડપી લીધા હતા.
ચોથો દરોડો લાલપુર તાલુકાના આરીઠાણા ગામમાં જુગાર રમાતા સ્થળે પો.કો. પ્રવીણભાઇ બૈડિયાવદરા અને દિવ્યેશભાઇ ભીભાને મળેલી બાતમીના આધારે પીઆઇ કે. એલ. ગળચર, એએસઆઇ ડી. ડી. જાડેજા, હે.કો. ટીનુભા જાડેજા, પો.કો. પ્રવીણભાઇ બૈડિયાવદરા, દિવ્યેશભાઇ ભીભા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન હેમત કારા નંદાણિયા, હરેશ ધીરૂ ગોહિલ, ભરત કરશન વશરા, મારખી રણમલ વશરા, સંદીપ ખીમા વશરા, વરવા ડોસા વશરા, ખીમા પુંજા દેથરિયા સહિતના સાત શખ્સને રૂા. 21,660 રોકડા, ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો કાલાવડ ગામમાં જીવાપર રોડ પર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પીઆઇ એન. વી. આંબલિયા, હે.કો. ધાનાભાઇ મોરી, જીતેનભાઇ પાગડાર, પો.કો. રણજિતસિંહ જાડેજા, સંજયભાઇ બાલિયા, પ્રકાશભાઇ મકવાણા, મહિલા પો.કો. ભારતીબેન વાડોલિયા સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન જયેશ કરશન ચારોલિયા, સાગર મનસુખ મકવાણા, સુનિલ મનોજ સોલંકી નામના ત્રણ શખ્સોને કાલાવડ શહેર પોલીસે રૂા. 10,200 રોકડા અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.
છઠ્ઠો દરોડો જામનગર શહેરના રાંદલનગર પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની એએસઆઇ રાજેશભાઇ વેગડ, હે.કો. દશરથસિંહ પરમાર, કલ્પેશભાઇ અઘારાને મળેલી બાતમીના આધારે પીઆઇ પી. પી. ઝા અને પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા, એએસઆઇ રાજેશભાઇ વેગડ, હે.કો. દશરથસિંહ પરમાર, ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, પો.કો. જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી, જયદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન મોહિતસિંહ મહિપતસિંહ વાઘેલા, માલદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા, મહિપાલસિંહ બળવંતસિંહ વાઢેર, જયરાજસિંહ ઉર્ફે લાલો રમેશસિંહ કંચવા તથા બે મહિલા સહિત છ શખ્સોને રૂા. 18,100ની રોકડ, ગંજીપના સાથે ઝડપી લીધા હતા.
સાતમો દરોડો જોડિયા તાલુકાના બાલંભા ગામમાંથી તીનપતીનો જુગાર રમતા સલીમ ઓસમાણ સાઇચા, સુરેશ ઘેલા ઝીંઝુવાડિયા, ઇબ્રાહિમ અલ્લારખા કમોરા, દાઉદ ઇશાક કમોરા નામના ચાર શખ્સને જોડિયા પોલીસે રૂા. 10,460ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.
આઠમો દરોડો જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં જાહેરમાં જુગાર રમતા ગીરધર હીરા બાબરિયા, રમેશ સોમા બાબરિયા, નીલેશ રતિલાલ બાબરિયા, વીરજી મેઘજી બગડા, અરજણ ગોવિંદ બાબરિયા, હિતેશ ગોવા બાબરિયા નામના છ શખ્સોને શેઠવડાળા પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 4300 રોકડા, ગંજીપના સાથે ઝડપી લીધા હતા.
નવમો દરોડો લાલપુર તાલુકાના ડબાસંગથી મોટી રાફુદડ જવાના માર્ગ પર આવેલી દરગાહ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં હબીબ અબુ રુંજા, આમદ હાજી ભટ્ટી, યુનુસ આદમ ભટ્ટી, ઇસ્માઇલ ઇબ્રાહિમ શેખ, યુસુફ મામદ બેગ, ઇસ્માઇલ આદમ બેગ, અનવર અબ્દુલ બેગ નામના સાત શખ્સને લાલપુર પોલીસે રૂા. 10,050ની રોકડ રકમ, રૂા. 7100ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 17,150ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દસમો દરોડો જામનગર તાલુકાના નાઘેડી ગામમાં માધવડ્રીમ સોસાયટીમાં જુગાર રમાતો હોવાની પો.કો. નિર્મળસિંહ રાઠોડ, જયપાલસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પીઆઇ વી. જે. રાઠોડ, એએસઆઇ શૈલેન્દ્રસિંહ જાડેજા, એસ. એચ. જિલરિયા, પો.કો. જયદીપસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ રાઠોડ, રાજદીપસિંહ જાડેજા, મેહુલભાઇ વિસાણી, પોલાભાઇ ઓડેદરા સહિતના સ્ટાફએ રેઇડ દરમિયાન જયેશ ખીમા ઓડેદરા, મનિષ ભરત નિમાવત, પાલા પીઠા કરમુર તથા પાંચ મહિલા સહિત આઠ શખ્સને રૂા. 23,740ની રોકડ, રૂા. 15 હજારની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા. 38,740ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
અગિયારમો દરોડો જામનગર શહેરમાં માંડવી ટાવર પાસે, ખારવા શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા અતુલ ઉર્ફે અજય પ્રવીણ લીંબડ, ધવલ પુષ્કરરાય ત્રિવેદી, સાગર રાજેશ સોલંકી, વિવેક રાજેશ સોલંકી, હિતેન જયસુખ ટીમરા નામના પાંચ શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફએ રૂા. 2620 રોકડા અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.
બારમો દરોડો લાલપુર તાલુકાના મોટા ભરુડિયા ગામમાંથી તીનપતીનો જુગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન ક્રિપાલસિંહ વનરાજસિંહ જાડેજા, હિતુભા જટુભા જાડેજા, ઉપેન્દ્રસિંહ રાવુભા જાડેજા, કિશોરસિંહ મંગરુભા જાડેજા, અગરસંગ લાલુભા જાડેજા, હોથી ઓસમાણ નોતિયાર, અકબર ઓસમાણ નોતિયાર, હિતેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના આઠ શખ્સને રૂા. 22,850 રોકડા, ગંજીપના સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
તેરમો દરોડો જામજોધપુર તાલુકાના વનાળા ગામમાંથી જુગાર રમતાં પીઠા ભાયા વશરા, દેવેન ઉર્ફે દેવો ભનો રાઠોડ, પરેશ ડાયા ઝિંઝુવાડિયા, અશ્ર્વિન અરજણ ખીટ, અમિત મૂળજી મકવાણા, દિનેશ ખાખા વિંઝુડા અને એક મહિલા સહિત સાત શખ્સને શેઠવડાળા પોલીસે રૂા. 10,700 રોકડા અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.
ચૌદમો દરોડો કાલાવડ ગામમાં જીવાપર રોડ પરથી તીનપત્તી રમતા જયેશ કરશન ચારોલિયા, સાગર મનસુખ મકવાણા, સુનિલ મનોજ સોલંકી નામના ત્રણ શખ્સોને કાલાવડ શહેર પોલીસે રૂા. 10,200 રોકડા તથા ગંજીપત્તા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પંદરમો દરોડો જામનગર તાલુકાના બાલંભડી ગામમાં સમાજવાડી પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા યોગીરાજસિંહ જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, ઇન્દ્રજિતસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, હરેન્દ્રસિંહ જાડેજા સહિતના શખ્સોને સિક્કા પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 19,350 રોકડા, રૂા. 85 હજારની કિંમતના નવ મોબાઇલ સાથે કુલ રૂા. 1,04,350ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
સોળમો દરોડો જામનગર શહેરના મોહનનગર આવાસમાંથી રાજમોતી સોસાયટી તરફના રોડ પર જાહેરમાં જુગાર રમતાં અલ્પેશ નરેન્દ્ર ગોસાઇ, રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા, રાકેશ કનૈયાલાલ પરમાર નામના ત્રણ શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે રૂા. 10,120 રોકડા તથા ગંજીપના સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.
સતરમો દરોડો લાલપુર તાલુકાના અપિયા ગામમાંથી જુગાર રમતાં ધરણાંત હરદાસ ચંદ્રાવાડિયા, હમીર આલા નંદાણિયા, શૈલેષ હમીરભાઇ નંદાણિયા, અરજણ રામા નંદાણિયા, ગોવિંદ જગા નંદાણિયા, ધીરૂ રૂપા રાઠોડ સહિતના છ શખ્સોેને લાલપુર પોલીસે રૂા. 17,950ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લીધા હતા.
અઢારમો દરોડો લાલપુર તાલુકાના ચોરબેડી ગામના પાદરમાંથી તીનપતીનો જુગાર રમતા નગા ભાયા કરંગિયા, રજાક યુસુફ સમા, સદ્દામ હબીબ સમા, મોહસીન આમદ સમા તથા એક મહિલા સહિત પાંચ શખ્સને રૂા. 6,280ની રોકડ અને ગંજીપના સાથે તથા ચોરબેડી ગામમાં જ પાનની દુકાનની બાજુમાં જુગાર રમતા વજશી હરદાસ કરંગિયા, મહેશ ઉર્ફે મલ્લુ રણછોડ પરમાર, આમદ ઓસમાણ સમા, મહેશ પોલા ગાગિયા, ભોજલાલ ભીખા ગાગિયા અને ત્રણ મહિલા સહિત આઠ શખ્સોને રૂા. 8160ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વીસમો દરોડો જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં જાહેરમાં તીનપતી રમતાં કિરીટ પોપટ ખાંટ, કૈલાશ રમેશ ભડાણિયા, અલ્પેશ બાબુ ભડાણિયા, ભાવિન ઉર્ફે બંટી મનસુખ ખાંટ, સુરેશ માવજી સીતાપરા, પંકજ સુભાષ પડાણિયા, નાથા મેરા કોડિયાત્તર નામના સાત શખ્સને રૂા. 51,350 રોકડા અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી આરંભી હતી.


