જામનગર તાલુકાના ફલ્લા ગામની દ્વારકેશ હોટલ પાસે ગઇકાલે વહેલી સવારે જામનગરથી રાજકોટ જતી કોલેજ બસ નંબર જીજે03-બીવાય-9504 ફલ્લા ગામ પાસે પહોંચી ત્યારે રોડની સાઇડમાં બાવળિયામાં ઉતરી જતાં 35 જેટલા વિદ્યાર્થી ભાઇઓ-બહેનોનો ચમત્કારિક બચાવ થયો હતો.
View this post on Instagram
આ બનાવની મળતી વિગત મુજબ રાજકોટની આત્મિય યુનિવર્સિટીની બસ ગઇકાલે સવારે સાડા છ વાગ્યાના સુમારે જામનગરથી નીકળી ફલ્લા ગામ પાસે પહોંચી ત્યારે દ્વારકેશ હોટલ પાસે અચાનક રોડ નીચે ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ સ્ટીયરીંગમાં ખામી સર્જાતા આ બનાવ બન્યો હતો.


