ભવન્સ એચ.જે. દોશી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્ટીટયુટ દ્વારા તા.13ના જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપને માખણ મીસરીનો ભોગ ધરાવાયો હતો ત્યારબાદ વિદ્યાર્થી ભાઇ-બહેનોની વિવિધ ટીમોએ દહીં હાંડી ફોડવાનો લ્હાવો લીધો હતો. તેમજ રાસ રમ્યા હતાં. આ ઉપરાંત 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અંતર્ગત કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિન્સીપાલ ડો. તોસીફખાન પઠાણના માર્ગદર્શન હેઠળ કોલેજની કલચરલ ટીમે તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.


