Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ટ્રેઇન હડફેટ આવી જતા યુવાનનું મોત

જામનગરમાં ટ્રેઇન હડફેટ આવી જતા યુવાનનું મોત

રવિવારે રાત્રિના સમયે જકાત નાકા ફાટક પાસે અકસ્માત : માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર મૃત્યુ

જામનગર શહેરમાં સમર્પણ રોડ પર જકાતનાકા પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હડફેટે આવી જતાં યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગરમાં જકાત નાકા પાસે આવેલી મુરલીધર સોસાયટીમાં આવેલા ચંદ્રસરોવર એપાર્ટમેન્ટમાં ફલેટ નંબર 203માં રહેતાં હસમુખભાઇ ભીખુભાઇ ઝાલા (ઉ.વ.37) નામના યુવાન રવિવારે રાત્રિના સમયે જકાત નાકા પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેઇન હડફેટે આવી જતાં શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. બનાવ અંગેની હિતેશભાઇ સાવલિયા દ્વારા જાણ કરવામાં આવતાં એએસઆઇ ટી. કે. ચાવડા તથા સ્ટાફએ ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular