Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારમોટી ખાવડી ગામમાંથી ગાંજાના જથ્થા સાથે બિહારનો શખ્સ ઝડપાયો

મોટી ખાવડી ગામમાંથી ગાંજાના જથ્થા સાથે બિહારનો શખ્સ ઝડપાયો

એસઓજીની ટીમએ દબોચ્યો : 1.955 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો અને મોબાઇલ ફોન કબ્જે : અન્ય બે સાગરીતોની સંડોવણી ખુલી

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી નશીલા પદાર્થ બેરોકટોક વેચાતા હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે. હાલના ડિઝિટલ યુગમાં નશીલા પદાર્થનું વેચાણ યુવા પેઢીને પતન તરફ લઇ જાય છે. પોલીસ દ્વારા નશીલા પદાર્થનું વેચાણ કરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં જાહેરમાં નશીલા પદાર્થનું વેચાણ અટકતું નથી. દરમ્યાન એસઓજીની ટીમએ મોટી ખાવડી ગામમાંથી ગાંજાના જથ્થા સાથે બિહારના શખ્સને ઝડપી લઇ આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ ગુજરાતમાં સૌથી વધુ સંવેદનશીલ દરિયાકિનારો ધરાવતાં જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ બેરોકટોક થતું હોય છે. અગાઉ પણ દરિયાઇ માર્ગે ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હતી. જો કે, ઘણાં સમયથી ત્રિસ્તરીય પેટ્રોલિંગ અને પોલીસની સમયસૂચકતાને કારણે આ ગુનાહિત પ્રવૃત્તિઓ મહદ્અંશે ડામી દેવામાં આવી છે. તેમ છતાં દરિયાકાંઠાના આ જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ થતું રહે છે. જો કે, પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પરંતુ તેમ છતાં નશીલા પદાર્થોનું વેચાણ બંધ થતું નથી. દરમ્યાન એસઓજીના વીરેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા, મયૂરરાજસિંહ જાડેજા, અશોકભાઇ સિંહલાને મળેલી સંયુક્ત બાતમીના આધારે જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં સ્મશાન રોડ પર રાત્રિના સમયે ગાંજાનું છૂટક વેચાણ થતા સ્થળે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ બી. એન. ચૌધરી, પીએસઆઇ એસ. પી. ગોહિલ તથા સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન બિહારના મુઝફ્ફરના શાહપુર ગામનો વતની અને હાલ મોટી ખાવડીમાં ભાડે મકાનમાં રહેતો અમરેશકુમાર ભગવાનદાસ નામના શખ્સને એસઓજીની ટીમએ રૂા. 19,550ની કિંમતનો 1.955 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો તથા રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા. 24,550ના મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં સુમિત અને ગોવિંદ નામના શખ્સોના નામો ખૂલતાં એસઓજીની ટીમએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular