અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા ઉંડ-3 સિંચાઈ વિભાગ હસ્તકના બાલંભડી, મોટા ભાડુકિયા, કોઠા ભાડુકિયા, રાજડા, શિશાંગ રોડ પર આવેલા મેજર બ્રિજ પરથી દ્વિચક્રીય વાહનો (મોટર સાયકલ) અને રાહદારીઓ સિવાયના તમામ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય બ્રિજની વર્તમાન સ્થિતિ અને સમારકામના કામને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.અગાઉ તા.14/05/2025 ના રોજ જાહેરનામાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલ બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે અને તેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને દ્વિચક્રીય વાહનો અને રાહદારીઓ સિવાયના અન્ય વાહનો માટે તેને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાહદારીઓ વૈકલ્પિક રૂટ તરીકે કાલાવડ શિશાંગ રાજડા કોઠાભાડૂકિયા રોડ વાળો રસ્તો ઉપયોગમાં લેવાનો રહેશે.આ જાહેરનામું તા. 14/07/2025 થી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (45મો અધિનિયમ), 2023 ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.


