આજકાલ જાણે એકસ્ટ્રા મેરીટલ અફેર્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેમ હંમેશા પતિ અને પત્નીની વચ્ચે ‘વો’ આવી જાય છે. ત્યારે અવારનવાર કેટલાય કિસ્સાઓ સાંભળવા મળે છે. જેમાં પતિ કે પત્નીએ ‘વો’ સાથે ભાગી ગયા હોય પરંતુ અહીં એક એવો કિસ્સો જોવા મળ્યો છે. જેમાં ચાર-ચાર વહુઓના ઘરેણા લઇને જુવાન બોયફ્રેન્ડ સાથે સાસુ ભાગ ગઇ હોય તો ચાલો જાણીએ શું છે પુરો મામલો…
ઉત્તરપ્રદેશના લલિતપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જયાં ચાર વહુઓ હોવા છતાં તેની સાસુ તેના 30 વર્ષના યુવાન પ્રેમી સાથે ભાગી ગઇ છે. સાથે-સાથે પુત્રવધુઓના કિંમતી ઘરેણા પણ પોતાની સાથે લઇ ગઇ હતી. જયારે પીડિતાના વૃધ્ધ હરિરામ પાલનેતેની પત્ની ભગવતીના આ કૃત્ય વિશે જાણ્યું ત્યારે તે ચોંકી ગયા.

સ્થાનિક જખૌરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પરંતુ જયારે તેને ત્યાંથી કોઇ મદદ ન મળી ત્યારે તેણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને ન્યાય માટે અપીલ કરી, હરિરામ પાલએ આરોપ લગાવ્યો છે કે તેની પત્નીને તેજ ગામના 30 વર્ષીય કૃષ્ણપાલ ઝા લાલચ આપીને લઇ ગયો હતો. પરંતુ પોલીસ કહે છે કે, તેણીએ થોડા દિવસ પહેલાં પોલીસ સ્ટશેન આવીને રજુઆત કરી હતી કે તેણી હવે પોતાના પતિ અને પરિવાર સાથે રહેવા નથી માગતી તેણી પુખ્ય વયની છે તો વળી પોતાની મરજીથી નિર્ણય લીધો હોય. આ મામલે અમે કોઇ બળજબરીથી કાર્યવાહી કરી શકતા નથી ત્યારે વૃધ્ધ પતિ અને મુખ્યમંત્રી પાસે ન્યાયની આશા કરી છે.


