Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર અને જિલ્લામાં 3 સ્થળોએ દારૂ અંગે દરોડા

જામનગર શહેર અને જિલ્લામાં 3 સ્થળોએ દારૂ અંગે દરોડા

દરેડમાંથી દારૂની બોટલ અને ચપલા સાથે શખ્સ ઝડપાયો : ખંઢેરામાંથી દારૂની બોટલો સાથે શખ્સ ઝબ્બે : જામનગર શહેરમાંથી ચપલા સાથે શખ્સ ઝડપાયો

જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી ઓરડીમાંથી સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન દારૂની બોટલ અને 10 ચપલા સહિત શખ્સને ઝડપી લીધો હતો. કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં આવેલા બાવળની ઝાડીમાંથી પોલીસે દારૂની પાંચ બોટલ સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જામનગરમાં લાલવાડી આવાસ પાસેથી પોલીસે
દારૂના ચપલા સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રામભાઇની ખોલીના રુમ નંબર 7માંથી પંચકોશી એ ડિવિઝન સ્ટાફે રેઇડ દરમ્યાન તલાશી લેતાં રાકેશ રમેશ અકબરી (રહે. નવાગામ, તા. કાલાવડ) નામના શખ્સને 1300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ અને 5 હજારની કિંમતના 10 નંગ દારૂના ચપલા મળી કુલ રૂા. 6300ની કિંમતના દારૂના જથ્થા સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં આવેલી બાવળની ઝાડીમાંથી કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રેઇડ દરમિયાન મોહીરાજસિંહ હકૂમતસિંહ જાડેજા નામના શખ્સને રૂા. 2500ની કિંમતની દારૂની પાંચ બોટલો સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થામાં મુકેશ ભૂપત ખોડાણી (રહે. કાલાવડ) નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ત્રીજો દરોડો જામનગર શહેરના લાલવાડી આવાસના રોડ પરથી પસાર થતાં રાહુલ દીપક ગોસાઇ નામના રિક્ષા ચલાવતા શખ્સને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે અાંતરીને તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 800ની કિંમતના 8 નંગ ઇંગ્લીશ દારૂના ચપટા મળી આવતા પોલીસે રાહુલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular