Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારદ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરવા ન જવા શ્રદ્ધાળુઓને વહીવટી તંત્રની અપીલ

દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરવા ન જવા શ્રદ્ધાળુઓને વહીવટી તંત્રની અપીલ

યાત્રાધામ દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં સ્નાન કરવા ન જવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં સુપ્રસિદ્ધ દ્વારકાધીશના દર્શને આવતા શ્રદ્ધાળુઓને જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેકટર આર.એમ. તન્ના દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા યાત્રાધામ દ્વારકાધીશના મંદિરની નજીક ગોમતી નદી આવેલી છે. વિશ્વ વિખ્યાત દ્વારકાધીશના મંદિર ખાતે જુદા જુદા વિસ્તારોમાંથી દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવી અહીં ગોમતી નદીમાં શ્રદ્ધાથી નદીમાં ડૂબકી મારીને સ્નાન કરતા હોય છે. ગોમતી નદીમાં સ્નાન કરવાનો એક અનેરુ મહત્વ છે.
પરંતુ હાલમાં ચોમાસાની ઋતુ નજીકમાં આવતા દરિયામાં ભારે કરંટ હોવાથી નદીમાં નાહવા જવું ખૂબ જ જોખમી છે. નદીમાં ક્યારેક પાણીમાં કરંટનો અનુભવ થાય છે, જેના કારણે શ્રદ્ધાળુઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે. આથી જિલ્લા વહીવટી તંત્રએ દ્વારકા ખાતે આવતા શ્રદ્ધાળુઓને ગોમતી નદીમાં નાહવા ન જવા માટે ખાસ ભારપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં સિક્યુરિટી જવાનો ખડે પગે રાખવામાં આવ્યા છે. તેમજ ત્યાં દોરડા બાંધવાની પણ કામગીરી કરવામાં આવી છે. આગામી સમયમાં હરિદ્વારની જેમ રેલિંગ બાંધવાની કામગીરીનું આયોજન પણ સુચારુ રીતે કરવાનું વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ વચ્ચે હાલ ગોમતી નદીમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા ન જાય તે માટે જરૂરી પૂરતી વ્યવસ્થાઓ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular