Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરગોકુલનગર વિસ્તારમાં વીજધાંધીયાથી લોકો ત્રાહિમામ - VIDEO

ગોકુલનગર વિસ્તારમાં વીજધાંધીયાથી લોકો ત્રાહિમામ – VIDEO

જામનગર શહેરના ગોકુલનગર, પાણાખાણ, શિવનગર સહિતના વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અનેક તકલીફોનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાને લઈ અગાઉ પણ તા. 25ના રોજ અરજી કરવામાં આવી હતી. જેના પર કોઈ પગલાં લેવામાં આવેલ નથી. હાલ ગરમીનું પ્રમાણ અત્યંત વધેલું છે. આવા સમયમાં વીજ વિક્ષેપના કારણે પખા વગર જીવવું વૃદ્ધો અને નાના બાળકો માટે ખૂબ જ અસહ્ય બની ગયું છે. દરેક રહેવાસી તકલીફ અનુભવી રહ્યો છે. ઘણી વાર વીજળી રાત્રિના સમયે બંધ થાય છે. જેના કારણે જીવજંતુનો ત્રાસ પણ સહન કરવો પડે છે. વીજ વિક્ષેપના કારણે ઘરેલુ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નુકસાન થવાની શક્યતાઓ વધી રહી છે. આજના ટેક્નોલોજી અને વિકાસના યુગમાં આવા વારંવાર વીજ વિક્ષેપ અસહ્ય છે. મોટી સંખ્યામાં સ્થાનિકોએ ગોકુલનગર સબડિવિઝનમાં જઈને રોષ વ્યકત કરીને લેખીત રજુઆત કરી હતી.

- Advertisement -

સ્થાનિકોએ અનેકવાર તમારી ફોલ્ટ સેન્ટર નંબર પર ફોન કરી ફરિયાદ નોંધાવી છે. કેટલીક વાર વ્યક્તિગત રીતે પણ કચેરી ખાતે જઈને પણ ફરિયાદ કરી છે અને તમને લેખિતમાં પણ અરજી આપેલ છે. તેમ છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. વિસ્તાર ના રહેવાસીઓ દ્વારા લેખિત વારંવારની ફરિયાદો અને લેખિત અરજી આપવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી વિસ્તારમાં નિયમિત અને સ્થિર વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા ગોકુલનગર સબ-ડિવિઝન રજુઆત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular