Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી 6 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો ઝડપાયો

દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી 6 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો ઝડપાયો

રૂપિયા 6,61,95,000ની કિંમતનો 13.239 કિલોગ્રામ ચરસનો જથ્થો કબ્જે કરી પોલીસ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગોજીનેશ ગામની સીમના ગુગળિયા બારૂના દરિયાકાંઠેથી કલ્યાણપુર પોલીસએ રૂા. 6,61,95,000ની કિંમતનો 13.239 કિ.ગ્રા. બિનવારસુ ચરસનો જથ્થો ઝડપી લીધો હતો. આ સંદર્ભે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દ્વારકા જિલ્લો દરિયાઇ કાંઠા વિસ્તાર હોય, પોલીસ સતત એલર્ટ રહી ચેકિંગ કરતી હોય છે. રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ દરિયાઇ સુરક્ષાને લઇ પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. ડી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ દરિયાકાંઠા ઉપર ફુટ પેટ્રોલિંગ દરમ્યાન ગોજિનેશ ગામની સીમના દરિયાકાંઠા ઉપર ગુગળીયા બારૂના દરિયાકાંઠાથી એએસઆઇ કરશનભાઇ ચેતરીયા, પો.કો. નિલેશભાઇ ચાવડા તથા ભીખાભાઇ ગાગિયા સહિતના સ્ટાફને કુલ રૂપિયા 6,61,95,000ની કિંમતના કુલ13.239 કિ.ગ્રા.ના કાપડની બેગવાળા પેકિંગમાં ચરસના અલગ અલગ કુલ 10 પેકેટ બીનવારસુ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આ 13.239 કિ.ગ્રા. ચરસનો જથ્થો કબ્જે કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમગ્ર કાર્યવાહી કલ્યાણપુરના પીઆઇ એમ. ડી. મકવાણા, પીએસઆઇ કે. પી. ઝાલા, એએસઆઇ કરશનભાઇ ચેતરિયા, ચંદ્રસિંહ જાડેજા, એસઓજી, એએસઆઇ ભીખાભાઇ ગાગિયા, હે.કો. રામશીભાઇ પિંડારિયા, નેભાભાઇ બારડ, દિલીપભાઇ બાવળિયા, પો.કો. ભરતભાઇ ગોજિયા, નિલેશભાઇ ચાવડા, ભરતભાઇ ભોચિયા, જયસુખભાઇ પરમાર સહિતના સ્ટાફએ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular