જામનગર તાલુકાના ધુતારપર ગામના સર્વે નંબર 155માં આવેલી પવનચકકીના ટાવરમાંથી કેબલ વાયરની ચોરી કરી, ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કરી આશરે 6 લાખનું નુકશાન પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના ધુતારપર ગામના સર્વે નંબર 155 (જૂના રે.સ.નં. 346/પૈકી 4)માં આવેલી ઓપેરા પ્રાઇવેટ લિ. કંપનીની પવનચકકીના ટાવરમાં ગત્ તા. 6ના રોજ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા અને ટાવરની અંદર રહેલા અલગ અલગ કોપરનો 70 મીટર કેબલ કિંમત 61 હજારની ચોરી કરી ગયા હતા. તેમજ પવનચકકીના ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કરી 4 હજાર લીટર ઓઇલ વેડફી નાખ્યું હતું અને પવનચકકીના અન્ય સાધનોમાં તોડફોડ કરી આશરે 6 લાખનું નુકશાન પહોંચાડી પલાયન થઇ ગયા હતા. આ ચોરી અને તોડફોડના બનાવની કંપનીના કર્મચારી હરદાસભાઇ કરંગિયા દ્વારા જાણ કરવામાં આવતાં પીએસઆઇ એ. આર. પરમાર તથા સ્ટાફએ અજાણ્યા તસ્કરો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


