જામનગર શહેરમાં રોઝી પેટ્રોલ પંપ પાસે બાઇક પર બેસીને આઇપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટના મેચ ઉપર રનફેરનો જુગાર રમાડતા એક શખ્સને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 51,500ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં રોઝી પેટ્રોલ પંપ પાસે, હીરજી મિસ્ત્રી રોડ પર બાઇક પર બેસીને ક્રિકેટનો જુગાર રમાડતો હોવાની એએસઆઇ યશપાલસિંહ જાડેજા, પો.કો. દિલીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. બી. ડાભી, પીએસઆઇ વી. બી. બરસબિયા, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, હે.કો. શિવભદ્રસિંહ જાડેજા, રવિભાઇ બુજડ, ખિમશીભાઇ ડાંગર, પો. કો. વનરાજભાઇ ખવડ, મયૂરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, પ્રવીણભાઇ પરમાર સહિતના સ્ટાફએ જીજે10-ઇઇ-2414 નંબરના એક્ટિવા પર બેસીને આઇપીએલમાં રમાતી પંજાબ અને મુંબઇ વચ્ચેની ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જુગાર રમાડતા મિલનસિંહ વિક્રમસિંહ ઝાલા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા. 14,500ની રોકડ, 7 હજારની કિંમતનો મોબાઇલ ફોન, રૂા. 30 હજારની કિંમતનું એકટીવા મળી કુલ રૂા. 51,500ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


