Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરખેડા નજીકથી જામનગરના 3 શખ્સો હાથ બનાવટની પીસ્તલ સાથે ઝડપાયા

ખેડા નજીકથી જામનગરના 3 શખ્સો હાથ બનાવટની પીસ્તલ સાથે ઝડપાયા

ગોધરા તરફથી આવતા સમયે સેવાલિયા પોલીસે દબોચ્યા : 50 હજારની કિંમતની બે પીસ્તલ અને બે કાર્ટીસ કબ્જે : સાત લાખની કાર સહિત કુલ રૂા. 7,65,200નો મુદામાલ કબ્જે

ગુજરાત રાજ્યમાં ખેડા જિલ્લામાં નડિયાદ પોલીસે બાતમીના આધારે મહરાજના મુવાડા પોલીસ ચેક પોસ્ટ પાસે ગોધરા તરફથી આવી રહેલી જામનગર પાર્સીંગની બ્રેઝા કારને આંતરીને તલાશી લેતાં પોલીસે તેમાંથી જામનગરના 3 શખ્સને ભારતીય હાથ બનાવટની બે પીસ્તોલ અને કાર્ટીસ સહિત રૂા. 7.65 લાખના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ નડિયાદ પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચનાથી ખેડા જિલ્લામાં દારૂ અને હથિયારની બદી ડામવા માટે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન મળેલી બાતમીના આધારે ડીવાય.એસ.પી. વી. આર. વાજપાયના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ. આર. ઝાલા, એએસઆઇ રતનસિંહ, પો.કો. રાહુલકુમાર, સંજયભાઇ, સંજયકુમાર અને એએસઆઇ નિલેશ પ્રહલાદ સહિતના સ્ટાફએ મહરાજના મુવાડા નવી પોલીસ ચેક પોસ્ટ પાસે ગોધરા તરફથી આવી રહેલી જીજે10-ઇસી-9393 નંબરની બ્રેઝા કારને પોલીસે આંતરી હતી. કારમાં બેસેલા અબ્દુલ લતિફ ઓસમાણ સમા (ઉ.વ.28, રે. કાલાવડ), હુસેન ગફાર ચગદા (ઉ.વ.31, રહે. ગુલાબનગર, જામનગર) તથા મામદ સલીમ અબ્દુલકાદર લકડ (ઉ.વ.19, રહે. લીંડીબજાર, જામનગર) નામના ત્રણ શખસોની તલાશી લેતા તેમની પાસેથી ભારતીય હાથ બનાવટની લોખંડની મેગેજિનવાળી બે પીસ્તલ મળી આવતાં પોલીસે 50 હજારની કિંમતની પીસ્તલ અને 200 રૂપિયાના બે જીવતાં કારતૂસ અને 15 હજારની કિંમતના 3 નંગ મોબાઇલ તથા સાત લાખની કિંમતની કાર મળી કુલ રૂા. 7,65,200નો મુદામાલ કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરી ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular