જામનગર જિલ્લાના મોટી ખાવડી નજીક પૂરપાટ આવી રહેલા ટેન્કરચાલકે અજાણ્યા યુવાનને હડફેટે લેતા ટ્રકના તોતિંગ ટાયર ફરી વળતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડી નજીક રવિવારે બપોરના સમયે પૂરપાટ આવી રહેલા જીજે-12-બીએકસ-9378 નંબરના ટેન્કરચાલકે તેનું ટેન્કર બેફીકરાઈથી ચલાવી રોડ પર જતાં 45 વર્ષના અજાણ્યા યુવાનને હડફેટે લઇ તોતિંગ ટાયર હેઠળ ચગદી નાખતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.આ બનાવ અંગેની વિપુલસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો એલ. જી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અકસ્માત બાદ નાશી ગયેલા ટેન્કરચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.