Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરમોટાપાંચદેવડામાં ખેતરના હોજમાં ડૂબી જતાં બાળકીનું મોત

મોટાપાંચદેવડામાં ખેતરના હોજમાં ડૂબી જતાં બાળકીનું મોત

ગુરૂવારે સાંજે રમતા-રમતા હોજ પડી ગઇ : બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડાતાં મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

કાલાવડ તાલુકાના મોટાપાંચદેવડા ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં પાણી ભરેલા હોજમાં ડૂબી જતાં શ્રમિક યુવાનની સાત વર્ષની પુત્રીનું ડૂબી જવાથી મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ પંચમહાલ જિલ્લાના ધાંધલપુર ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના મોટાપાંચદેવડા ગામની સીમમાં આવેલ રમેશ સાંગાણીની વાડીમાં ખેતમજૂરી કામ કરતાં પ્રવિણભાઇ દેવાભાઇ નાયક નામના યુવાનની પુત્રી કાજલબેન નાયક (ઉ.વ.7) નામની બાળકી ગઇકાલે સાંજના 4:30 વાગ્યાના અરસામાં રમતા-રમતા પાણી ભરેલા હોજમાં પડી જતાં ડૂબી ગઇ હતી. બેશુધ્ધ થઇ ગયેલી બાળકીને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પિતા પ્રવિણભાઇ દ્વારા જાણ કરાતાં એએસઆઇ જી.આઇ. જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular