Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારદ્વારકા નજીક ડ્રોન કેમેરો ઉડાડી જાહેરનામા ભંગ બદલ એક શખ્સ વિરૂધ્ધ ગુનો...

દ્વારકા નજીક ડ્રોન કેમેરો ઉડાડી જાહેરનામા ભંગ બદલ એક શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાયો

સતત બીજા દિવસે ડ્રોન ઉડયાનો વીડિયો વાયરલ

- Advertisement -

દ્વારકાધીશ જગતમંદિર નજીક ગોમતી ઘાટ પાસે ગઈકાલે ડ્રોન કેમેરો ઉડયા અંગેનો વીડીયો વાયરલ થતાં સતત બીજા દિવસે જગતમંદિર નજીક ડ્રોન કેમેરા ઉડયા અંગેનો વીડીયો વાયરલ થતાં પોલીસ દ્વારા જવાબદારો સામે જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધાયો છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ એક ટીવી ચેનલની લોકપ્રિય સીરીયલની ટીમ ગઈકાલે બુધવારે પાંચ દિવસના દ્વારકાના શિડયુઅલ શુટીંગ માટે દ્વારકા આવી હોય, બુધવારે તેમના દ્વારા દ્વારકાધીશ મંદિર નજીક ગોમતી ઘાટ પાસેથી ડ્રોન પ્રતિબંધીત વિસ્તારમાં ડ્રોન કેમેરાથી શુટીંગ કરાયા અંગેનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઈ. ભટ્ટ તથા ટીમે શુટીંગ ટીમના જવાબદારોને ડ્રોન કેમેરા તથા સાહિત્ય સાથે પોલીસ સ્ટેશને રજૂ કરી તપાસ હાથ ધરી હતી અને પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલા ડ્રોન ઓપરેટર સુરેશભાઈ નારણભાઈ બરવાડીયા, (ઉ.વ. 55, રહે. જુનાગઢ) સામે જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી ધોરણસરની કામગીરી હાથ ધરી હતી.

આ સાથે વહીવટી તંત્રએ તેઓને ડ્રોન ઉડાવવા અંગે કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવેલ ન હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશ જગતમંદિર આતંકવાદીઓના હીટલીસ્ટમાં હંમેશા રહ્યું હોય, ભૂતકાળમાં પાકીસ્તાન દ્વારા ટાર્ગેટ પણ કરાયું હોવાથી જગતમંદિરની સુરક્ષા માટે સરકારે ઝેડ કેટેગરીની સુરક્ષા આપી છે. ત્યારે જગતમંદિર આસપાસ ડ્રોન કેમેરો પ્રતિબંધિત હોય આમ છતાં મંગળવાર બાદ બુધવારે પણ સતત બીજા દિવસે ડ્રોન કેમેરો ઉડ્યા અંગેના વીડીયો વાયરલ થતાં પોલીસની કામગીરી અંગે અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
આ સાથે મંગળવારની ડ્રોન ઉડવાની ઘટના અંગે કોઈ નિષ્કર્ષ આવેલ ન હોય બુધવારની ડ્રોન ઉડવાની ઘટના સાથે ગઈકાલના બનાવ વચ્ચે કોઈ સામ્યતા છે કે કેમ તે પણ તપાસનો વિષય બની ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular