દરવર્ષે તા. 2 ઓકટોબરના રોજ ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે. ત્યારે મહાત્મા ગાંધીજીના જન્મ દિવસે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ગાંધીજીને વૈશ્વિકસ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. ત્યારે આજે મોરારીબાપુ જામનગરના આંગણે હોય, ગાંધી જયંતિના અવસર પર તેમણે રેટિંયો કાત્યો હતો. જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે શિક્ષણ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ પ્રસંગે વિશ્વ અહિંસા દિવસ અને ગાંધી જયંતિ પ્રસંગે મોરારીબાપુ ઉપસ્થિત હોય, કાર્યક્રમમાં હાજરી આપીને ગાંધી જયંતિની ઉજવણી કરી હતી.