Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી બિયરના ટીન ભરેલી બોલેરો પિકઅપ વાન ઝડપાઇ

જામનગરમાંથી બિયરના ટીન ભરેલી બોલેરો પિકઅપ વાન ઝડપાઇ

- Advertisement -

જામનગર નજીક ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફ આવતી બોલેરો પિકઅપ વેનમાં દારુનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે 1920 નંગ બિયરના ટીન અને બોલેરો સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગરમાં ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફ બોલેરો વાનમાં દારુ-બિયરનો જથ્થો આવવાનો હોવાની પોકો રાજેન્દ્રસિંહ ડોડીયા, યોગેન્દ્રસિંહ સોઢા અને હરપાલસિંહ પરમારને મળેલી બાતમીના આધારે સી પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ એમ.એન. રાઠોડ, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની જીજે-36 ટી-6018 નંબરની બોલેરો પસાર થતાં આંતરી લીધી હતી અને તલાસી લેતાં તેમાંથી રૂા. 1,92,000ની કિંમતના 10920 નંગ બિયરના ટીન મળી આવ્યા હતાં.

જેના આધારે પોલીસે રૂા. 4 લાખની ગાડી અને બિયરના ટીન તથા રૂા. 5000નો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 5,97,000ના મુદ્ામાલ સાથે મનોહરલાલ ભગવાના રામ (રાજસ્થાન) નામના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતાં આ દારુના જથ્થામાં જીજે-03-એનએમ-8179 નંબરના બાઇકનો ચાલક રાજુરામ બિશ્ર્નોઇ પેટ્રોલિંગ કરતો હોવાની કેફિયત આપતા પોલીસે રાજસ્થાનના બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular