સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો અને ફોટોમાં મોટાભાગના જુગાડના વીડિયો પણ જોવા મળે છે આપણી ક્રીએટીવ જનતા પોતાની સ્કીલનો ઉપયોગ કરીને અવાર-નવાર કંઈક નવું કરતી કેમેરામાં કેદ થઈ જતી હોય છે. ત્યારે તાજેતરમાં એકસ યુઝર શિવાનીએ એક ફોટો શેર કર્યો જેમાં ઓટો રીક્ષામાં ઓફિસની આરામ ખુરશી સેટ કરી ચલાવવાનો ફોટો વાઇરલ થયો છે.
auto driver’s seat had an office chair fixed for extra comfort, man i love bangalore @peakbengaluru 🤌🏼 pic.twitter.com/D1LjGZOuZl
— Shivani Matlapudi (@shivaniiiiiii_) September 23, 2024
બેંગ્લુરૂ ભલે ટેકનિકલ ક્ષેત્રે ખ્યાતનામ હોય પરંતુ અહીંના ઓટોરીક્ષા ચાલકો પણ ખુબ જ પ્રતિભાશાળી છે તેવું આ ફોટો જોઇને કઈ શકાય છે. ઓટો રીક્ષાની ડ્રાઈવર સીટ પર ઓફિસની રોલીંગ ચેર મુકીને રીક્ષાને અપગે્રડ કરી હતી ઓટોરીક્ષામાં લાંબા સમય સુધી બેસવાનું હોય ત્યારે આરામ દાયક સવારી માટે ઓફિસની આરામ ખુરશી મુકીને જુગાર કર્યો હતો. જેના પર લોકોએ પોતપોતાના વિચારોની કમેન્ટસ વરસાવી હતી.