રાજયના છેવાડાના માણસોની નાનામાં નાની સમસ્યાઓનું સ્થળ ઉપર નિવારણ થાય તે માટે સરકાર દ્વારા તા.17 સપ્ટેમ્બરથી સેવા સેતુના 10 માં તબકકોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે જામનગર શહેરના લોકોને વિવિધ સુવિધાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ એમ.પી. શાહ મ્યુનિસીપલ ટાઉનહોલ ખાતે વોર્ડ નંબર 1 થી 8 ના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં શહેરીજનોને વિવિધ સેવાઓ – સુવિધાઓનો એક જ સ્થળે થી લાભ મળ્યો હતો. જેમાં આધાર કાર્ડ તથા તેને અનુરૂપ કામગીરી, જેએમસી હાઉસ ટેકસ શાખાની કામગીરી, પી એમ વિશ્ર્વકર્મા યોજના રજીસ્ટે્રશન સહિતની અનેકવિધ સેવાઓ ઉપલબ્ધ હતી. જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઇ નાખવા, જેએમસી કમિશનર ડી એન મોદી, ડે. કમિશરનર ડી.એ. ઝાલા, આસી. કમિશનર બી.એન. જાની, કાર્યપાલક ઈજનેર એમ. બી. વરણવા સહિતના અધિકારી કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. આવતીકાલે વોર્ડ નંબર 9 થી 16 નો સેવાસેતુ કાર્યક્રમ આ જ સ્થળે યોજાશે.