સોશિયલ મીડિયા પર તાજેતરમાં જ એનર્જી અને પોઝિટિવીટીથી ભરપૂર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભૂસખ્લનના કારણે ઉત્તરાખંડમાં ફસાયેલા પર્યટકોમાંથી એક ગુજરાતી ગ્રુપ દ્વારા સડક પર ગરબા રમવામાં આવ્યા હતાં ત્યારે બીજા પર્યટકો પણ આ ગુજ્જુઓના ગરબા પ્રેમ થી આકર્ષિત થયા હતાં અને લોકોએ કહ્યું હતું કે, વાહ… જીના ઈસી કા નામ હે…
Currently stuck somewhere in Uttarakhand due to some landslide & a random group of Gujjus thought playing Garba is the best that they can do
😑😑😑 pic.twitter.com/psvbj1bWOn
— Viraj Gorasia (@virajux) September 14, 2024
જે લોકો જીંદગી જીવવાની સાતી રીતે જાણે છે તેઓ ગમે ત્યાંથી આનંદ લૂંટી લે છે. ગમે તેવા કપરા સમયમાં પણ ખુશીની ક્ષણો ગોતીને તેનો આનંદ લે છે. તાજેતરમાં વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે ભરાયેલા પાણીમાં લોકો એ ગરબા કર્યાના વીડિયો વાયરલ થયા બાદ એકસ પ્લેટફોર્મ પર વિરાજ ગોરસીયા નામના યુઝરે ઉત્તરાખંડના રસ્તા વચ્ચે ભુસખ્લનના કારણે ફસાયેલા લોકોનો વીડિયો શેર કર્યો હતો. જેમાં એક ગુજરાતી ગુ્રપ દ્વારા ગરબા રમવાનો આ વીડિયો લોકો એ ખૂબ જ પસંદ કર્યો હતો.
ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે 15 સપ્ટેમ્બરના પ્રિપૈરાગઢ જીલ્લાના ચૈતાલકોટ પાસે ઘારચુલા તવાઘાટ રાષ્ટ્રીય રાજમર્ગ પર ભૂસ્ખલન થયું હતું. જેના પરિણામે માર્ગ બંધ થતા યાત્રાળુઓ ફસાઈ ગયા હતા અને ગંગોત્રી જતાં સમયે એક ગુજરાતી ગુ્રપે આ ક્ષણોમાં પણ નીરાશ ન થતા ગુજરાતી ગરબાનો આનંદ લીધો હતો.