Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરપ્રાચીન તિર્થં ધુંવાવની પગપાળા યાત્રા સંપન્ન - VIDEO

પ્રાચીન તિર્થં ધુંવાવની પગપાળા યાત્રા સંપન્ન – VIDEO

500 વર્ષ જુના જિનાલયમાં મહાવીર જૈન સંગીત મંડળ દ્વારા સ્નાત્ર પૂજા ભણાવાઇ

- Advertisement -

જામનગરમાં પર્યૂષણ પર્વ પૂર્ણ થયા બાદ પણ ધર્મની હેલી ચાલી રહી છે. રવિવાર તા. 15ના રોજ શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ-પાઠશાળા સંઘ દ્વારા આયોજિત, ચાર્તુમાસમાં જામનગરના જ પ.પૂ. મુનિ હેમન્તવિજયજી મ.સા. તથા પ.પૂ. દેવરક્ષિત મ.સા.ની પ્રેરણાથી પગપાળા સંઘમાં 47 શ્રાવક-શ્રાવિકાઓ પગેચાલી (પગપાળા) 500 વર્ષ પ્રાચીન શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના દર્શન-પૂજન કર્યા હતાં. ઉપરાંત વાહન સાથે પણ આ તિર્થે પહોંચી ભગવાનની પૂજા તથા સ્નાત્ર બાદ નવકારશીનો લાભ લીધો હતો.

- Advertisement -

પ.પૂ. મુનિરાજ હેમન્તવિજયજી મ.સા.એ પ્રેરણા કરી હતી તેના પ્રભાવે સવારના 5 વાગ્યે લોકોનું આવગમન થવા લાગ્યું અને બરોબર 5:30 કલાકે શ્રી શેઠજી જૈન દેરાસરના પટાંગણમાંથી યાત્રાનો શુભારંભ કરાયો હતો. સવારે 7:30 કલાકે ધુંવાવ તિર્થે પગપાળા સંઘ પહોંચી ગયો હતો. શ્રી મહાવીર જૈન સંગીત મંડળના ભાઇઓએ ભક્તિ ભાવપૂર્વક સ્નાત્ર પૂજા ભણાવી હતી.

- Advertisement -

મુળનાયક શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને પક્ષાલ પૂજા, બરાસ પૂજા, કેસર પૂજા, આરતી-મંગળ દીવો આદિ થયા બાદ અલ્પાહાર (નવકારશી)ની વ્યવસ્થા સંઘ દ્વારા કરવામાં આવી હતી. પ્રસંગોચિત પ્રવચનમાં ગુરૂદેવે ફરમાવ્યું હતું કે, આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે પગે ચાલવાના ઘણાં બધા ફાયદાઓ છે. પગે ચાલવાથી આંતરડા નરમ રહે છે. જેના કારણે આંતરડામાં મળ જમા ન થતાં પેટ સાફ થાય છે. હૃદય સંબંધી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. હાડકાં મજબૂત થાય, પાચન તંત્રની શક્તિમાં વૃધ્ધિ થાય. શરીરમાં રહેલી વધારાની ચરબી ઓછી થાય છે. પગે ચાલવાથી પગ અને પેટની માંસપેશીઓ મજબૂત થાય છે. ચાલવાથી ગતિ વધે, આળસ ઓછી થાય, બીપી નોર્મલ રહે. ઓક્સિજનનો સંચાર થાય છે. જેના કારણે અનેક બિમારીઓથી મુક્તિ મળે છે.

આ ઉપરાંત મહરાજ સાહેબે જણાવ્યું હતું કે, જુના દેરાસરો શહેર તથા ગામડાંઓમાં છે. તેની સંભાળ લેવાની ખૂબ જ જરુર છે. જામનગરની આજુબાજુ અલિયાબાડા, લાખાબાવળ, ચેલા-ચંગા, ફલ્લા, જામવંથલીના 400થી 500 વર્ષ જુના જિનાલયો છે. જ્યાં પગપાળા સંઘ કાઢવાની ખૂબ જ જરૂર છે. નવી પેઢીને આ જિનાલયોની સાર-સંભાળ કરે તે ખૂબ જ હાલના સમયની માગ છે. નહીંતર આપણા જુના જિનાલયો અને ધર્મ લુપ્ત થતો જશે. જે અંગે સંઘે પણ ખૂબ જ ધ્યાન આપવાની જરુર છે. મહારાજ સાહેબે કહ્યું હતું કે, ચાર્તુમાસ દરમિયાન હજૂ સમય છે. ત્યારે હજૂ પગપાળા સંઘની વિચારણા છે. તો હજૂ વધુને વધુ લોકો જોડાઇ તેવી લાગણી વ્યક્ત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular