Saturday, September 21, 2024
Homeરાજ્યજામનગરમોટી બાણુંગારમાં મકાનમાં ચાલતી જૂગાર કલબ પર સ્થાનિક પોલીસ ત્રાટકી

મોટી બાણુંગારમાં મકાનમાં ચાલતી જૂગાર કલબ પર સ્થાનિક પોલીસ ત્રાટકી

પંચકોશી એ ડીવીઝન સ્ટાફનો દરોડો: સંચાલક સહિત 14 શખ્સોને રૂા.7.85 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા : બે શખ્સો નાશી ગયા

- Advertisement -

જામનગર તાલુકાના મોટીબાણુંગાર ગામમાં આવેલા રહેણાંક મકાનમાં ચાલતી જૂગાર કલબ પર સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન 14 શખ્સોને ઝડપી લઇ રૂા.7,15,000 નીરોકડ રકમ અને રૂા.70,500 ની કિંમતના 15 નંગ મોબાઇલ અને ગંજીપના સાથે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના મોટીબાણુંગાર ગામમાં રહેતાં નારણ જેરામ કાસુન્દ્રા નામના નિવૃત્ત વૃધ્ધ તેના ઘરમાં બહારથી માણસો બોલાવી તીનપતિની જૂગાર કલબ ચલાવતા હોવાની હેકો નિર્મળસિંહ જાડેજા અને ભાવેશભાઇ લાંબરીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ સીપીઆઈ વી.એસ. પટેલના નેજા હેઠળ પીઆઈ એમ.એન. શેખ, હેકો નિર્મળસિંહ જાડેજા, ભાવેશભાઈ લાંબરીયા, રામદેવસિંહ જાડેજા, શોભરાજસિંહ જાડેજા, પો.કો. ચેતનભાઈ ઘાઘરેટીયા, અજયસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા અને હરદેવસિંહ ઝાલા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન મકાન માલિક અને સંચાલક નારણ જેરામ કાસુન્દ્રા, મનસુખ અવચર ગડારા, પ્રવિણ મનસુખ પાચોડિયા, વિજય અમૃત ભેંસદડિયા, અમરશી પોપટ હિંસુ, રમેશ લક્ષ્મણ ઘેટીયા, કુંવરજી અમૃતલાલ ભેંસદડિયા, અશોક ગણેશ વાંસજાળિયા, નૈનશ ભગવાનજી ભેંસદડિયા, ભૂપત હરી ભેંસદડિયા, હેમત હરી ગામી, યોગેશ મગનલાલ ધમસાણીયા, બિપીન રમેશ ભેંસદડિયા, રાકેશ અવસર કાનાણી નામના 14 શખ્સોને ઝડપી લીધા હતાં.

પોલીસે 14 શખ્સોને ઝડપી લઇ નાશી ગયેલા મોટી બાણુંગારના બિરેનકુમાર પ્રાગજી મણવર અને નવસારીના બિપીન અમરશી રાણીપા નામના નાશી ગયેલા બે સહિતના 16 શખ્સો સામે ગુનો નોંધી કુલ રૂા. 7,15,000 ની રોકડ રકમ અને રૂા.70,500 ની કિંમતના 15 નંગ મોબાઇલ તથા ગંજીપના સહિત રૂા.7,85,500 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular