Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરપર્યુષણ મહાપર્વમાં સમૂહ પારણા બાદ ભવ્ય શોભાયાત્રા - VIDEO

પર્યુષણ મહાપર્વમાં સમૂહ પારણા બાદ ભવ્ય શોભાયાત્રા – VIDEO

- Advertisement -

- Advertisement -

જામનગર શહેરમાં સ્થાનકવાસીઓ અને દેરાવાસીઓના પર્યુષણ પર્વની શનિવારે અને રવિવારે સંવત્સરીના પ્રતિક્રમણ બાદ રવિવારે અને સોમવારે તપસ્વીઓના સમૂહ પારણા યોજાયા હતાં. ત્યારબાદ આ તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર પરિભ્રમણ કરી સંપન્ન થઈ હતી. પર્યુષણ મહાપર્વમાં સંવત્સરીના અંતિમ દિવસ બાદ રવિવારે અને સોમવારે સવારે તપગચ્છ સંઘની અમૃતવાડી ખાતે મુનિવર હેમન્તવિજયજી મહારાજ અને દેવરક્ષિતવિજયજી મહારાજની નિશ્રામાં તપસ્વીઓના પારણા યોજાયા હતાં. આ વર્ષે પારણાના લાભાર્થી પરિવારો તરીકે સંયુકત રીતે સ્વદેશી ધીરજલાલ ખુશાલચંદ, ચંદનબેન ડી. શાહ અને પોપટલાલ દોશી પરિવારો રહ્યા હતાં. તપસ્વીઓની શોભાયાત્રામાં જામનગર મહાનગરપાલિકાના સ્ટે. ચેરમેન નિલેશ કગથરા તથા જૈન સમાજના અગ્રણીઓ અને સાધુ-સાધ્વીજીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તપગચ્છ જૈન સંઘમાં 30 ઉપવાસના પાંચ, 16 ઉપવાસના 1, 11 અથવા 9 ઉપવાસના 7, અઠ્ઠાઇના 54, 6 ઉપવાસના 1, પાંચ ઉપવાસના 1, 3 ઉપવાસના 90 અને ચોસઠ પહોરી પૌષધના 10 મળીને કુલ 169 તપસ્વીઓએ તપસ્યા કરી હતી આ તપસ્વીઓના પારણા બાદ બપોરે ગુરૂ ભગવંતો દ્વારા તમામને જ્યોતિ-વિનોદ ઉપાશ્રમય ખાતે આશિર્વચનો પાઠવવામાં આવ્યાં હતાં. જે બાદ તપસ્વીઓની શોભાયાત્રા ચાંદી બજાર ખાતેના શેઠજીના દેરાસરથી પ્રસ્થાન પામીને સેન્ટ્રલ બેંક રોડ, હવાઈ ચોક, સત્યનારાયણ મંદિર રોડથી પંચેશ્ર્વરટાવર અને ત્યાંથી બેડી ગેઈટ ચોક, રણજીતરોડથી સજુબા સ્કૂલ ચોકથી રતનબાઈ મસ્જિદ થઈને ચાંદીબજાર પાસેના શેઠજી દેરાસર ખાતે પરત પહોંચીને વિરામ પામી હતી. તેમજ આજે સોમવારે સ્થાનકવાસી જૈન સંઘના તપસ્વીઓના સમૂહ પારણા યોજાયા હતાં. સ્થાનકવાસી જૈન સંઘમાં પણ અનેક તપસ્યાઓ કરવામાં આવી હતી. જેમાં 30 ઉપવાસ, 16 ઉપવાસ, 11 ઉપવાસ, 8 ઉપવાસ, પાંચ ઉપવાસ સહિતની તપસ્યાઓ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular