Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરગણેશચતુર્થીએ સપડા ખાતે ઉમટયો માનવ મહેરામણ

ગણેશચતુર્થીએ સપડા ખાતે ઉમટયો માનવ મહેરામણ

શ્રદ્ધાળુઓ ગઈકાલે રાત્રિથી જ પગપાળા દર્શને નિકળ્યા

- Advertisement -

ગૌરીપુત્ર ભગવાન શ્રીગણેશ જન્મદિવસ ભાદરવા મહિનાના શુકલ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. આજે ગણેશચતુર્થીએ જામનગર નજીક આવેલા સપડા ગણપતિ મંદિરે માનવ મહેરામણ ઉમટયો હતો. ચોથના દિવસે અહીં ગણેશભકતો મોટી સંખ્યામાં ઉમટે છે ત્યારે આજરોજ ગણેશ ચતુર્થી હોય વહેલીસવારથી જ સપડાના મંદિરે ગણેશભકતોની લાંબી લાઈનો લાગી હતી. અનેક લોકો પગપાળા પણ દર્શનાર્થે જાય છે. જે ગઈકાલે રાત્રિથી જ પગપાળા ઉમટયા હતાં પગપાળા જતા ભકતો માટે સેવાકેમ્પો પણ યોજાયા હતાં. વહેલીસવારે આરતીથી ગણેશભકતોએ દર્શનનો લાભ લીધો હતો. આજે દિવસભર અહીં ભાવિકોના ઘોડાપૂર ઉમટયા હતાં. સપડા સિધ્ધી વિનાયક મંદિરને લઇ ગણેશભકતો અનેરી આસ્થા ધરાવે છે આ ઉપરાંત ટેકરી ઉપર આવેલી ગણેશ મંદિર ખાતે હાલમાં ચોમાસાની સીઝન બાદ પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ગણેશચતુર્થીએ લોકો વિશાળ સંખ્યામાં ઉમટયા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular