જામનગર શહેરમાં તળાવની પાળે આવેલા આધાર કાર્ડ સેન્ટરમાં તસ્કરો ત્રાટકયા હતાં. જો કે, આ સેન્ટરમાંથી કાંઈ ચીજવસ્તુની ચોરી થઈ ન હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં તળાવની પાળે આવેલા આધારકાર્ડ સેન્ટરમાં સિકયોરીટી ગાર્ડ તેમની નોકરી પૂર્ણ કરી ગયા બાદ અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા અને સેન્ટરના લાકડાના દરવાજામાં બાખોડુ પાડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, સેન્ટરમાંથી કોઇ ચીજવસ્તુઓ ચોરી થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ, ચોરી થયાની જાણ થતા મહાપાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતાં.