જામનગરની જાણીતી અને શ્રેષ્ઠ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની, E9 ઈવેન્ટ મેનેજમેન્ટના સંચાલક પરાગ વોરાએ ઈવેન્ટ મેનેજમેન્ટ ફેડરશન દ્વારા અબુધાબી, યુએઈ ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં ત્રણ એવોર્ડ મેળવી જામનગર શહેરનું ગૌરવ વધાર્યુ છે.
વિશ્વ પ્રસિધ્ધ ઈવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન (ઇએમએફ ગ્લોબલ) દ્વારા યુએઈના અબુધાબીમાં એમીરેટસ પેલેસ તથા ફરારી વર્લ્ડ ખાતે ઇવેન્ટ મેનેજમેન્ટ સંલગ્ન ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સનો એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં જામનગરની જાણીતી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની E9 ને ત્રણ એવોર્ડ મળ્યા હતાં. આ એવોર્ડ સમારોહમાં 700 થી વધુ ઇવેન્ટ મેનેજરો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં જામનગરના E9 ઈવેન્ટ મેનેજમેન્ટના પરાગ વોરાને બેસ્ટ ડેકોર, બેસ્ટ પ્રોડકશન હાઉસ અને બેસ્ટ કોન્ટેકટ કોર્પોરેટ પ્રોગ્રામ એમ ત્રણ-ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં. આ એવોર્ડ સમારોહમાં અબુધાબીના રાજવી શેખ ફેમેલીના સભ્યો, ઉદયપુર મેવાડના યુવરાજ લક્ષ્યરાજસિંહજી તથા બોલીવૂડના જાણીતા અભિનેત્રી મલાઈકા અલોરાના હસ્તે પરાગ વોરાને આ એવોર્ડ આપવામાં આવ્યાં હતાં.
જામનગરના યુવાન પરાગ વોરા અને તેમના પત્ની અંકિતા વોરા છેલ્લાં 10 વર્ષ થી વધુ સમયથી ઇવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાયી સાથે જોડાયેલા છે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, રમેશભાઈ ઓઝા સહિતના મહાનુભાવોના કાર્યક્રમોમાં ઈવેન્ટ મેનેજમેન્ટત થા ઉદઘોષક તરીકે જોડાઈ ચૂકયા છે. તાજેતરમાં જ જામનગરમાં અનંત અંબાણી પરિવારના અનંત અને રાધિકાના પ્રીવેડીંગ ફંકશનમાં એરપોર્ટ ખાતે વીવીઆઈપી લોન્જમાં અને મીડિયાની જવાબદારી બખુફી રીતે નિભાવી હતી. તેઓએ 500 થી વધુ જાજરમાન લગ્ન સમારોહનું પણ આયોજન કર્યુ છે. આ ઉપરાંત 3000 થી વધુ કાર્યક્રમોમાં ઉદઘોષક તરીકેની જવાબદારી ખૂબ સુંદર રીતે નિભાવી ચૂકયા છે તેમજ ભારતના ઉદયપુર, ગોવા ઉપરાંત વિદેશમાં જોર્ડન સહિત અનેક સ્થળોએ ડેસ્ટીનેશન વેર્ડીંગના આયોજનો પણ કરી ચૂકયા છે.
ઇવેન્ટ મેનેજમેન્ટની સાથે સાથે તેઓ જામનગર શહેરમાં એરપોર્ટ રોડ ઉપર સ્પેશિયલસ રેસ્ટ્રો, ગ્રીનસીટીમાં વીલીયમ ઝોન્સ પીત્ઝા તથા રિલાયન્સ રોડ ઉપર આર્ય ભગવતી નામના ત્રણ રેસ્ટોરન્ટ પણ ધરાવે છે અને ઉત્તમ કવોલિટીના કેટરીંગની સેવા પણ પૂરી પાડે છે. મીકેનિકલ એન્જીનિયર અને એલએલબીની પદવી ધરાવતા જામનગરના યુવાન પરાગ વોરાએ આર જે તરીકે તથા પ્રાઇમટાઈમ ન્યુઝ એન્કર તરીકે પણ કામ કર્યુ છે. ત્યારે યુએઈ ખાતે ત્રણ એવોર્ડ મેળવી જામનગર તથા ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.